શોધખોળ કરો
Photos: પાકિસ્તાનના આ ત્રણ ખેલાડીઓ ભારત પર પડી શકે છે ભારે, એશિયા કપમાં સાબિત થઇ શકે છે ગેમ ચેન્જર
Asia Cup 2023: આજથી એશિયા કપની શરૂઆત થશે. પ્રથમ મેચમાં પાકિસ્તાન નેપાળ સામે ટકરાશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2023 માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

ફોટોઃ ટ્વિટર
1/6

Asia Cup 2023: આજથી એશિયા કપની શરૂઆત થશે. પ્રથમ મેચમાં પાકિસ્તાન નેપાળ સામે ટકરાશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2023 માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
2/6

એશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. બીજી તરફ નેપાળે ACC મેન્સ પ્રીમિયર કપ જીત્યો હતો. પરંતુ નેપાળ માટે પાકિસ્તાન સાથે સ્પર્ધા કરવી સરળ નથી. પાકિસ્તાનની બીજી મેચ ભારત સામે છે. પાકિસ્તાનના 3 ખેલાડી ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. કેપ્ટન બાબર આઝમ, ઈમામ-ઉલ-હક અને શાહીન આફ્રિદી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
3/6

ઈમામે પાકિસ્તાન માટે અનેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 62 વનડેમાં 2884 રન બનાવ્યા છે. તેણે 9 સદી અને 18 અડધી સદી ફટકારી છે. ઈમામે હાલમાં જ અફઘાનિસ્તાન સામેની મેચમાં 91 રનની ઈનિંગ રમી હતી. તેણે સતત બે અડધી સદી ફટકારી હતી. ઈમામ ભારત સામે જોરદાર પ્રદર્શન કરી શકે છે
4/6

એશિયા કપમાં વિરોધી ટીમો માટે સૌથી મોટો ખતરો પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ છે. તે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. બાબરે 103 વનડેમાં 5202 રન બનાવ્યા છે. બાબરે આ સમયગાળા દરમિયાન 18 સદી અને 28 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 158 રન રહ્યો છે.
5/6

અનુભવી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પાકિસ્તાનની મોટી તાકાત છે. તેણે 39 વનડેમાં 76 વિકેટ ઝડપી છે. શાહીનની સામે બેટિંગ કરવી કોઈપણ બેટ્સમેન માટે આસાન નહીં હોય. તેણે બે વખત પાંચ-પાંચ વિકેટ લીધી છે.
6/6

શાહીન ફોર્મમાં છે. તેણે તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં સારી બોલિંગ કરી હતી. શાહીએ પ્રથમ મેચમાં 9 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી મેચમાં 58 રનમાં 2 વિકેટ લીધી હતી. આ સાથે જ ત્રીજી મેચમાં પણ બે વિકેટ ઝડપી હતી.
Published at : 30 Aug 2023 08:08 AM (IST)
Tags :
Gujarati News India Vs Pakistan Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Asia Cup 2023 INDIA :Pakistanઆગળ જુઓ
Advertisement