શોધખોળ કરો
T20 WC 2022 Longest Six: ઇફ્તિખાર અહેમદે ફટકાર્યો સૌથી લાંબો છગ્ગો, ટૉપ-5માં ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન
Biggest Six in T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022 અત્યારે સુધી ઘણાબધા છગ્ગા લાગ્યા છે. પરંતુ ગઇકાલે એક લાંબા છગ્ગાએ બધાને ચોંકાવી દીધા છે.
ફાઇલ તસવીર
1/6

Biggest Six in T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022 અત્યારે સુધી ઘણાબધા છગ્ગા લાગ્યા છે. પરંતુ ગઇકાલે એક લાંબા છગ્ગાએ બધાને ચોંકાવી દીધા છે. હવે સુપર-12 રાઉન્ડમાં સૌથી લાંબો છગ્ગો ફટકારવાના મામલામાં પાકિસ્તાનનો ઇફ્તિખાર અહેમદ ટૉપ પર આવી ગયો છે.
2/6

પાકિસ્તાનના મીડલ ઓર્ડર બેટ્સમેન ઇફ્તિખાર અહેમદે ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 વર્લ્ડકપની મેચમાં 106 મીટરનો લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ ટૂર્નામેન્ટની સુપર 12 રાઉન્ડમાં તે સૌથી લાંબો છગ્ગો ફટકારનારો ખેલાડી બની ગયો છે.
3/6

આ વર્લ્ડકપના સુપર 12 રાઉન્ડમાં બીજો સૌથી લાંબો છગ્ગો ડેવિડ મિલરે ફટકાર્યો, તેને ભારત વિરુદ્ધ મેચમાં બૉલને સીધો 104 મીટર દુર પહોંચાડ્યો હતો.
4/6

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ આ મામલામાં ત્રીજા નંબર પર છે, તેને ન્યૂઝીલેન્ડ સામેની સુપર 12 રાઉન્ડની ઓપનિંગ મેચમાં 102 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
5/6

ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ પણ આ ટી20 વર્લ્ડકપમાં 102 મીટર લાંબો છગ્ગો ફટકારી ચૂક્યો છે. તેને આયરલેન્ડ સામે આ શૉટ રમ્યો હતો.
6/6

સૌથી લાંબો છગ્ગો ફટકારવાના મામલામાં આ લિસ્ટમાં નંબર 5 પર પણ એક ઓસ્ટ્રેલિયન જ છે. માર્કસ સ્ટૉઇનિસે શ્રીલંકા સામે 101 મીટરનો લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
Published at : 04 Nov 2022 11:09 AM (IST)
આગળ જુઓ
Advertisement




















