શોધખોળ કરો
Cricketers' Road Accidents: ઋષભ પંત બચી ગ્યો, પરંતુ રૉડ એક્સિડેન્ટમાં આ ક્રિકેટરો ગુમાવી ચૂક્યા છે જીવ
આ દૂર્ઘટનામાં ઋષભ પંત સહેજ માટે બચી ગયો, પરંતુ આવી દૂર્ઘટનાઓમાં કેટલાક ક્રિકેટરો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે

ફાઇલ તસવીર
1/6

Rishabh Pant: શુક્રવારે સવારે ઋષભ પંત એક રૉડ અકસ્માતનો શિકાર થઇ ગયો, આ દૂર્ઘટનામાં ઋષભ પંત સહેજ માટે બચી ગયો, પરંતુ આવી દૂર્ઘટનાઓમાં કેટલાક ક્રિકેટરો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જાણો અહીં લિસ્ટમાં........
2/6

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ આ વર્ષે એક કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવી ચૂક્યો છે. તે 46 વર્ષનો હતો, સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 1998 માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતુ, 2009 સુધી તે ઓસ્ટ્રેલિયા માટે રમતો રહ્યો હતો. તે 2003 અને 2007 ની વર્લ્ડકપ વિજેતા ટીમનો પણ ભાગ રહ્યો છે.
3/6

બાંગ્લાદેશના ક્રિકેટર મંજુરલ ઇસ્લામ રાણાનું મોત પણ એક રૉડ અકસ્માતના કારણે થયુ હતુ. તે માત્ર 22 વર્ષનો હતો, બાંગ્લાદેશના ખુલનામાં તેની બાઇક એક મિની બસ સાથે ટકરાઇ ગઇ હતી. બાદમાં વીજળીના થાંભલા સાથે ટકરાઇ જેના કારણે તેને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી, અને બાદમાં તેનુ મોત થઇ ગયુ હતુ.
4/6

23 માર્ચ, 2022એ ઇંગ્લેન્ડના ક્રિેકેટર હૉલીઓકનુ મોત એક કાર અકસ્માતમાં થઇ ગયુ હતુ, તે માત્ર 24 વર્ષનો હતો, જે સમયે દૂર્ઘટના ઘટી ત્યારે તેની સાથે કારમાં તેની ગર્લફ્રેન્ડ પણ હતી, પરંતુ તે બચી ગઇ હતી. હૉલીઓક 19 વર્ષની ઉંમરમાં ઇંગ્લેન્ડ માટે ડેબ્યૂ કરી ચૂક્યો હતો, તેને ઇંગ્લેન્ડ માટે 2 ટેસ્ટ અને 20 વનડે મેચો રમી હતી.
5/6

વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર રુનાકો માર્ટિન માર્ચ, 2012માં એક રૉડ અકસ્માતમાં જીવ ગુમાવી બેઠો, મૉર્ટન તે સમયે 33 વર્ષનો હતો, ત્રિનિદાદના એક ગાંમડામાં તેની કાર એક થાંભલા સાથે ટકરાઇ ગઇ હતી.
6/6

વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બૉલર એઝ્રા મૉસ્લે પણ એક રૉડ અકસ્માતનો ભોગ બન્યો હતો, 6 ફેબ્રુઆરી, 2021એ બારબાડોમાં તેનુ બાદમાં નિધન થઇ ગયુ હતુ, તે 63 વર્ષનો હતો, 1990થી 1991 ની વચ્ચે તેને બે ટેસ્ટ મેચો અને નવ વનડે મેચો રમી હતી.
Published at : 01 Jan 2023 02:14 PM (IST)
આગળ જુઓ
Advertisement