શોધખોળ કરો
Photos: લગ્ન પહેલા રોહિત શર્મા બૉલીવુડની આ હીરોઇનના પ્રેમમાં હતો પાગલ, હવે ખુદ કબુલ કર્યો 'ક્રેશ'
રોહિત શર્માએ ડિસેમ્બર 2014માં યુવરાજસિંહની માનેલી બહેન રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Happy Birthday Rohit Sharma: હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માને લગ્ન પહેલા બૉલીવુડ એક્ટ્રેસ પર 'ક્રશ' હતો. હિટમેને પોતે ક્રશ હોવાની કબૂલાત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન આઈપીએલ 2024 વચ્ચે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હિટમેનના જન્મદિવસના અવસર પર અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ કે, રોહિત શર્મા બૉલીવુડની કઇ હસીનાની પાછળ પાગલ થયો હતો....
2/6

રોહિત શર્માએ ડિસેમ્બર 2014માં યુવરાજસિંહની માનેલી બહેન રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પહેલા હિટમેન બૉલીવુડની હસીના પાછળ દિલથી પાગલ હતો અને તેને પોતાનો ક્રશ માનતો હતો.
3/6

લગ્ન પહેલા 2014માં આપેલા એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે બૉલીવુડની બેબો એટલે કે કરીના કપૂરને પોતાનો ક્રશ માને છે.
4/6

ઈન્ટરવ્યુમાં જ્યારે રોહિતને તેની ફેવરિટ એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કરીના કપૂરનું નામ લીધું. હિટમેને કરીના કપૂરને તેનો 'ક્રશ' ગણાવ્યો હતો. રોહિતે કહ્યું, "મને કરીના ગમે છે. તે ખૂબ જ સુંદર છે. હું તેનો દિવાનો છું અને તેની બધી ફિલ્મો જોઉં છું."
5/6

જો કે આ સમયગાળા દરમિયાન રોહિત શર્મા રીતિકા સજદેહ સાથે રિલેશનશિપમાં હતો, કારણ કે એવું કહેવાય છે કે રોહિત અને રિતિકા લગ્ન પહેલા લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.
6/6

હાલમાં રોહિત અને રિતિકા એક છોકરીના માતા-પિતા પણ છે, જેનું નામ સમાયરા છે.
Published at : 30 Apr 2024 01:03 PM (IST)
આગળ જુઓ
Advertisement




















