શોધખોળ કરો
IND vs AUS: પ્રથમ ટી-20 માટે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ પહોંચ્યા મોહાલી, આ રીતે કરાયું સ્વાગત, જુઓ તસવીરો
IND vs AUS, 1st T20, Mohali: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. આ શ્રેણીમાં બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયાના પ્લેયર્સનું અહીં ભવ્ય સ્વાગત કરાયું.
વિરાટ કોહલી
1/9

ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા યોજાનારી આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જસપ્રીત બુમરાહનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
2/9

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનુ મોહાલીની હોટલમાં કપાળ પર તિલક કરીને સ્વાગત કરાયું હતું.
3/9

જસપ્રીત બુમરાહ પોલીસ બંદોબસ્ત સાથે જોવા મળ્યો હતો.
4/9

આર અશ્વિને માસ્ક પહેર્યું હતું અને ટીમના સાથી ખેલાડીઓ સાથે બેગ લઈને નીકળતો એરપોર્ટ પર ક્લિક થયો હતો.
5/9

ટીમ ઈન્ડિયામાં બીજા વિકેટકિપર અને મેચ ફિનિશર તરીકે પસંદ થયેલો દિનેશ કાર્તિક હળવા મૂડમાં જોવા મળ્યો હતો. તેની સાથે પણ પોલીસનો કાફલો હતો.
6/9

ગુજરાતી હર્ષલ પટેલ પણ રિલેક્સ જોવા મળ્યો હતો. હર્ષલ પટેલ ઈજા બાદ આ સીરિઝમાં કમબેક કરી રહ્યો છે. તેના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
7/9

એશિયા કપમાં સદી મારીને ફોર્મમાં આવેલા કોહલી પર આ સીરિઝમાં તમામની નજર રહેશે. તેની પાસે સીરિઝમાં મોટા રેકોર્ડ બનાવવાની તક છે.
8/9

ટિકિટ લેવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા યોજાનારી આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
9/9

શ્રેણીમાં, બંને ટીમો T20 વર્લ્ડ કપ માટે તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની પસંદગી માટે એક રૂપરેખા પણ તૈયાર કરશે. (તમામ તસવીર સૌજન્યઃ ટ્વીટર)
Published at : 18 Sep 2022 08:47 AM (IST)
આગળ જુઓ
Advertisement