અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટી20 સીરીઝની પ્રથમ મેચ રમાવવાની છે. બન્ને ટીમો વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ ટી20 ક્રિકેટમાં અવેલેબલ છે. બન્ને ટીમો આ સીરીઝ અમદાવાદમાં રમવાના છે. ટેસ્ટ સીરીઝ 3-1થી જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ વધુ છે, જ્યારે ઇંગ્લિશ ટીમ હારમાંથી બહાર આવીને ટી20 સીરીઝમાં સારુ પરફોર્મ કરવા કોશિશ કરશે.
2/5
હેડ ટૂ હેડ રેકોર્ડ..... ટી -20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની હેડ- ટૂ-હેડની વાત કરીએ તો બંને ટીમો આ ફોર્મેટમાં અત્યાર સુધી 14 વાર સામ-સામે આવી ચુકી છે. જેમાં બંને ટીમોને સાત-સાત જીત મળી છે. બીજી તરફ ભારતની ધરતી પર ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા સામે કુલ 6 મેચ રમી છે, જેમાં તેણે ત્રણ મેચ જીતી છે અને ત્રણ મેચમાં હાર મળી છે.
3/5
ઓપનિંગ જોડી..... રિપોર્ટ છે કે, આજની પ્રથમ ટી20માં સ્ટાર ઓપનર શિખર ધવનને પડતો મુકવામા આવી શકે છે. રોહિત શર્માની સાથે આજની મેચમાં વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતરી શકે છે. કારણ કે કેએલ રાહુલનો ટી20 ઓપનિંગમાં રેકોર્ડ સારો છે અને હાલ ફૂલ ફોર્મમાં પણ છે, જેથી રોહિત સાથે ઓપનિંગ કરાવવાની પુરેપુરી સંભાવના છે. જ્યારે શિખર ધવન છેલ્લા કેટલાક સમયથી ટી20 ફોર્મેટમાં ઓપનિંગમાં મોટો સ્કૉર બનાવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે.