શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
IND vs ENG: ચોથી ટેસ્ટમાં ભારતની જીતના આ ખેલાડી રહ્યા હીરો
ઈંગ્લેન્ડ સામે રાંચી ટેસ્ટમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. આ સાથે ભારતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં 3-1ની લીડ હાંસલ કરી લીધી છે. ભારતે ચોથા દિવસે ટી- બ્રેક અગાઉ 192 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો
ભારતની જીતના હીરો
1/6

ધ્રુવ જુરેલઃ ધ્રુવ જુરેલે મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો હતો પ્રથમ ઈનિંગમાં ભારત 177 રનમાં 7 વિકેટ ગુમાવી ચુક્યું હતું ત્યાંથી 90 રનની ઈનિંગ રમીને ભારતને 307 રન સુધી પહોંચાડ્યું હતું. ચોથી ઈનિંગમાં પણ તેણે અણનમ 39 રન બનાવી ભારતને જીતાડ્યું હતું.
2/6

યશસ્વી જયસ્વાલઃ આ યુવા ઓપનરે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ઈનિંગમાં 73 રન અને બીજી ઈનિંગમાં 37 રન બનાવ્યા હતા.
3/6

કુલદીપ યાદવઃ કુલદીપ યાદવને પ્રથમ ઈનિંગમાં વિકેટ મળી નહોતી પરંતુ તેણે બીજી ઈનિંગમાં 22 રનમાં 4 વિકેટ લીધી હતી. ઉપરાંત પ્રથમ ઈનિંગમાં 28 રન બનાવી ધ્રુવ જુરેલ સાથે 76 રનની પાર્ટનરશિપ કરી હતી.
4/6

અશ્વિનઃ આર અશ્વિને મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં તેણે 51 રનમાં 5 વિકેટ લીધી હતી. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ હતી.
5/6

શુભમન ગિલઃ ગિલે પ્રથમ ઈનિંગમાં 38 રન બનાવ્યા હતા. મેચની ચોથી ઈનિંગમાં ભારત 120 રનમાં 5 વિકેટ ગુમાવી ચુક્યું હતું ત્યાંથી તેણે અણનમ 52 રન બનાવ્યા હતા અને જુરેલ સાથે પાર્ટનરશિપ કરી ભારતને જીત સુધી લઈ ગયો હતો.
6/6

મેચ જીતવા 192 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટને 55 રન ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઈનિંગમાં જાડેજાએ 4 વિકેટ અને ડેબ્યૂમેન આકાશ દીપે 3 વિકેટ લીધી હતી.
Published at : 26 Feb 2024 03:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















