શોધખોળ કરો
IND vs ENG: ત્રીજી ટેસ્ટ દરમિયાન આ ભારતીય બોલરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, જાણો કેવી છે કરિયર
Team India: રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ દરમિયાન એક ભારતીય બોલરે મેચની વચ્ચે જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

આ બોલરે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. આ બોલરનું નામ છે વરુણ એરોન.
1/6

વરુણ એરોને 2024 રણજી ટ્રોફીમાં ઝારખંડ અને રાજસ્થાન વચ્ચેની મેચ દરમિયાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રણજીમાં ઝારખંડ તરફથી રમી ચૂકેલા વરુણ એરોને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે. રાજસ્થાન સામે ચાલી રહેલી મેચ બાદ તે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દેશે.
2/6

ESPN Cricinfo સાથે વાત કરતા વરુણ એરોને કહ્યું કે હું 2008થી રેડ બોલની ક્રિકેટ રમી રહ્યો છું. હું ફાસ્ટ બોલર છું, તેથી આ સમયગાળા દરમિયાન મને ઘણી વખત ઈજા થઈ છે
3/6

હવે મને લાગે છે કે મારું શરીર મને આ ફોર્મેટમાં રમવાની મંજૂરી નથી આપી રહ્યું, તેથી હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. મારા પરિવાર અને જમશેદપુરના લોકો સામે આ મારી છેલ્લી મેચ હોઈ શકે છે, કારણ કે અમે અહીં સફેદ બોલની મેચ નથી રમી રહ્યા.
4/6

65 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂકેલા વરુણ એરોન ભારત માટે 9 ટેસ્ટ અને 9 વનડે પણ રમ્યા છે. વરુણ એરોનના નામે ભારત માટે 9 ટેસ્ટમાં 18 વિકેટ છે.
5/6

વન ડેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો વરુણ એરોનના નામે 168 વિકેટ છે. આ સિવાય તેણે 84 લિસ્ટ A મેચમાં 138 વિકેટ લીધી છે.
6/6

image 6. વરુણ આઈપીએલમાં ઘણી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. વરુણ એરોનના નામે IPLની 52 મેચોમાં 44 વિકેટ છે.
Published at : 17 Feb 2024 08:02 AM (IST)
આગળ જુઓ
Advertisement