શોધખોળ કરો
World Cup 2023માં કોણ ઠોકશે સૌથી વધુ છગ્ગા ? આ પાંચ ખેલાડીઓ રેસમાં છે આગળ
અત્યાર સુધીમાં ચાર બેટ્સમેનોએ વર્લ્ડકપ 2023માં 10 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અહી લીડ કરી રહ્યો છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Most Sixes in WC 2023: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે. વર્લ્ડકપની મેચોની સિઝન જબરદસ્ત જામી છે. ટૉપની ટીમો વચ્ચે અપસેટ સર્જાઇ રહ્યો છે, ત્યારે બધાની નજર બેટ્સમેનો પર છે. અત્યારે કેટલાક બેટ્સમેનો એવા છે જે સિક્સરો ફટકારીને બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર બેટ્સમેનોએ વર્લ્ડકપ 2023માં 10 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અહી લીડ કરી રહ્યો છે. જાણો અહીં આ વર્લ્ડકપમાં કયા બેટ્સમેનો ઠોકશે સૌથી વધુ છગ્ગા, કોણ કોણ છે રેસમાં....
2/6

રોહિત શર્માએ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 17 સિક્સર ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં સિક્સર ફટકારવાના મામલે તે હાલમાં ટોપ પર છે.
3/6

આ યાદીમાં બીજું નામ કુસલ મેન્ડિસનું છે. શ્રીલંકાના આ શક્તિશાળી બેટ્સમેને અત્યાર સુધી માત્ર 4 મેચમાં 14 સિક્સર ફટકારી છે.
4/6

અહીં ત્રીજું સ્થાન ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરીલ મિશેલનું છે. મિશેલે વર્લ્ડકપ 2023માં 11 સિક્સર ફટકારી છે.
5/6

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વૉર્નરનો પણ સમાવેશ થાય છે. વોર્નરે અત્યાર સુધી 10 સિક્સર ફટકારી છે.
6/6

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ 9 છગ્ગા સાથે પાંચમા સ્થાને છે.
Published at : 25 Oct 2023 12:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
