શોધખોળ કરો
Photos: ભારતીય ક્રિકેટરોએ શાહીન આફ્રિદી સાથે કરી મુલાકાત, કોહલીએ હાથ મિલાવ્યો તો પંત ગળે મળ્યો, જુઓ.........
IND vs PAK, Asia Cup 2022: 2022 એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો થવાનો છે. આ પહેલા બન્ને ટીમો દુબઇ પહોંચીને જબરદસ્ત તૈયારીઓમાં લાગી છે,

ફાઇલ તસવીર
1/6

IND vs PAK, Asia Cup 2022: 2022 એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો થવાનો છે. આ પહેલા બન્ને ટીમો દુબઇ પહોંચીને જબરદસ્ત તૈયારીઓમાં લાગી છે, દુબઇમાં ભારતીય ક્રિકેટરોએ આ દરમિયાન ઇજાગ્રસ્ત પાકિસ્તાની ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદી સાથે મુલાકાત કરી હતી. આની કેટલીક તસવીરો સામે આવી છે.
2/6

પાકિસ્તાનના મુખ્ય ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદી ઘૂંટણની ઇજાના કારણે 2022 એશિયા કપમાંથી બહાર થઇ ચૂક્યો છે, જોકે, તે દુબઇમાં ટીમની સાથે જ છે.
3/6

ભારતીય ખેલાડીઓ જ્યારે દુબઇમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યા તો તેમને ઇજાગ્રસ્ત શાહીન આફ્રિદી સાથે મુલાકાત કરી હતી, અને તેની ખબર અંતર પુછ્યા હતા, આ દરમિયાન ભારતીય લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલે શાહીન આફ્રિદી સાથે હાથ મિલાવ્યો હતો.
4/6

આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ શાહીન આફ્રિદી સાથે મુલાકાત કરી, તેને હંસતા હંસતા શાહીન આફ્રિદી સાથે વાત કરી, કોહલી તેની સાથે થોડીવાર સુધી વાત કરતો રહ્યો અને ધ્યાન રાખજે કહીને હાથ મિલાવીને હંસીને આગળ ચાલ્યો હતો.
5/6

ભારતીય ઓપન કેએલ રાહુલે પણ શાહીન આફ્રિદી સાથે મુલાકાત કરી, તે પણ હંસતા હંસતા શાહીન આફ્રિદીને મળ્યો અને હાથ મિલાવ્યો હતો.
6/6

આ પછી પંત કહે છે કે, ફાસ્ટ બૉલરોએ એફર્ટ કરવો પડશે સર, પંતના ગયા પછી કેએલ રાહુલ અને શાહીન આફ્રિદીની મુલાકાત થાય છે. તે પણ તેના ખબર અંતર પુછે છે.
Published at : 26 Aug 2022 11:02 AM (IST)
આગળ જુઓ
Advertisement