શોધખોળ કરો
હોકીમાં ભારતની છોકરીઓએ પછાડતાં ઓસ્ટ્રેલિયાની આ સ્ટાર ખેલાડી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, રડતી રડતી મેદાન બહાર ગઈ ને....

ઓસ્ટ્રેલિયાની મહિલા હોકી ટીમની સભ્ય હાર બાદ
1/5

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના 11માં દિવસે મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મ ળવીને ઈતિહાસ રચ્યો એ મેચમાં ગુરજીત કૌરે રંગ રાખ્યો હતો. ભારતની ગુરજીત કૌરે મેચની 22મી મિનિટે ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. ગુરજીતે ડાયરેક્ટ ફ્લિક વડે ગોલ કર્યો હતો.
2/5

ઓલિમ્પિકમાં આ સાથે ભારતની મહિલા હોકી ટીમ પહેલી વાર સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા આ મેચમાં જીત માટે પ્રબળ દાવેદાર મનાતી હતી પણ ભારતીય ટીમે શાનદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમને ધૂળચાટતી કરી દેતાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હતાશ થઈ ગઈ હતી.
3/5

ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી બ્રુક પેરીસ તો એ હદે હતાશ થઈ ગઈ હતી કે મેદાન પર જ રડી પડી હતી. ઓસ્ટ્રેલિયાની ખેલાડી એડવિના બોને તેને ગલે લગાડીને શાંત રાખવા પ્રયાસ કર્યો હતો પણ બ્રુક પેરીસ રડતી જ રહી હતી. પેરીસ રડતી રડતી બહાર ગઈ હતી. કોચ અને બીજા સ્ટાફે તેને શાંત કરવા પ્રયાસ કર્યો હતો પણ તે પોતાનાં આંસુ રોકી જ નહોતી શકી.
4/5

આ મેચમાં ભારતની ગોલકીપરના શાનદાર દેખાવના કારણે ઓસ્ટ્રેલિયાએ ડ્રેગ-ફ્લિકથી ગોલ ગુમાવ્યો હતો.
5/5

ભારતે હાફ ટાઈમ સુધી લીડ જાળવી રાખી હતી. પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં બંને ટીમોએ કોઈ ગોલ કર્યો ન હતો પણ બીજા ક્વાર્ટરમાં ભારતે સરસાઈ મેળવી હતી.
Published at : 02 Aug 2021 10:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
