એશિયા કપમાં સૌથી વધારે હાફ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ કુમાર સાંગાકારના નામે છે. સાંગાકારાએ 8 હાફ સેન્ચુરી લગાવી છે. જ્યારે રોહિતના નામે અત્યાર સુધીમાં 7 હાફ સેન્ચુરી છે, જો તે ફાઈનલમાં પોતાની હાફ સેન્ચુરી ફટાકરી હોત તો તે સાંગાકારાની બરાબરી કરી લે. ભારત તરફથી રોહિત ઉપરાંત સચિન તેંડુલકરના નામે પણ એશિયા કપમાં સાત હાફ સેન્ચુરીનો રેકોર્ડ છે.
2/3
રોહિતે જો બે રન બનાવીને હાફ સેન્ચુરી પૂરી કરી હોત તો તે એશિયાકપમાં સતત 4 વખત 50 અથવા તેનાથી વધારે રન બનાવનાર પ્રથમ કેપ્ટન બની જાત. પરંતુ તે આ રેકોર્ડથી ચૂકી ગયા. તેની સાથે જ તે સાંગકારાની બરાબર પણ આવી જાત.
3/3
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને સતત રન બનાવી રહ્યા છે. હોંગકોંગ વિરૂદ્ધ 23 રનની ઇનિંગ રમ્યા બાદ પાકિસ્તાન વિરૂદ્ધ 52 રન, બાંગ્લાદેશ વિરૂદ્ધ સુપર ફોરમાં અણનમ 83 અને પાકિસ્તાન વિરૂદ્ધ સુપર પોરમાં અણનમ 111 રનની ઇનિંગ રમી. જ્યારે બાંગ્લાદેશ વિરૂદ્ધ તે પોતાની હાફ સેન્ચુરીથી બે રન દૂર 48 રન પર આઉટ થઈ ગયા. પોતાના ખરાબ શોટથી તે ખૂબ નિરાશ પણ જોવા મળ્યા અને આ જ કારણ છે કે તે કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાથી ચૂકી ગયા.