તેણે ધોનીના વખાણ કરતા એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘IPLમાં આનાથી જબરદસ્ત દિવસ હોઈ શકે નહીં, RCB પર CSKની શાનદાર જીત. ધોનીએ લીડ કરીને મેચ જીતાડી.’ નકુલના આ રિએક્શનને જોઈને સમજી શકાય છે કે, મેચના હીરો ધોનીની ફેન ફેન ફોલોઈંગ કેટલી જબરદસ્ત છે.
2/4
તેણે લખ્યું હતું કે, ‘હું અનુષ્કાનો ભાઈ છું છતા તેણે મને લગ્નમાં ઈન્વાઈટ કર્યો નથી.’ આ ઘટના બાદ નકુલ ખૂબ જ પોપ્યુલર થઈ ગયો. બુધવારે તે RCB અને CSKની મેચ જોવા આવ્યો હતો અને ખૂબ એન્જોય કર્યું હતું.
3/4
જણાવી દઈએ કે, ગત વર્ષે અનુષ્કા-વિરાટના લગ્ન વખતે સોશિયલ મીડિયા યૂઝર્સે નકુલને અનુષ્કાનો ભાઈ બનાવી દીધો હતો. નકુલે આવી એક પોસ્ટનો સ્ક્રિનશૉટ લઈને પોતાના ઑફિશિયલ ટ્વીટર પર પોસ્ટ કરી વિરાટ-અનુષ્કાને શુભેચ્છાઓ આપી હતી.
4/4
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના તમામ મેચ ખૂબ જ રોમાંચક હોય છે. બુધવારે પણ એક એવો જ મેચ જોવા મળ્યો. આ મેચ અંતિમ ઓવર સુધી ખેંચાયો જે ખૂબ જ ચોંકાવનારું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ રમાયેલ મેચમાં જીતના હીરો સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહ્યા. આ મેચ જોવા માટે ટીવી સ્ટાર નકુલ મેહતા પણ આવ્યો હતો જેને ફેન્સ RCBના કેપ્ટન વિરાટની વાઈફ અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના ‘ભાઈ’ તરીકે ઓળખે છે.