Parineeti Chopra આમ આદમી પાર્ટીના આ નેતાને કરી રહી છે ડેટ ? તસવીરો આવી સામે....
બન્ને એવી રીતે કેમેરાની સામે સ્પૉટ થયા કે, પછીથી લોકોએ કયાસ લગાવવાનું શરૂ કરી દીધું. બન્નેને એક રેસ્ટૉરન્ટની બહાર જોવામાં આવ્યા છે
Parineeti Chopra and Raghav Chadha Spotted: રાજનીતિ અને બૉલીવુડનો સંબંધ નવો નથી, હંમેશા રાજનીતિ અને બૉલીવુડને દિલથી એકબીજાને મળે છે અને એકબીજાના થઇ જાય છે. તમે વિચારી રહ્યાં છો કે અમે આવુ કેમ કહી રહ્યાં છીએ ? તો તમને જણાવી દઇએ કે રાજનીતિ અને બૉલીવુડની ગલીઓમાંથી એક એવી ખબર સામે આવી છે, જેને જાણ્યા બાદ તમે પણ વિચારમાં પડી જશો. માયા નગરી મુંબઇમાં ગઇ સાંજે બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડાને આમ આદમી પાર્ટીના ચર્ચિત નેતા અને પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા સાથે સ્પૉટ કરવામાં આવી છે.
એક સાથે થયા સ્પૉટ -
બન્ને એવી રીતે કેમેરાની સામે સ્પૉટ થયા કે, પછીથી લોકોએ કયાસ લગાવવાનું શરૂ કરી દીધું. બન્નેને એક રેસ્ટૉરન્ટની બહાર જોવામાં આવ્યા છે. જ્યાં બન્ને એકસાથે કૂલ લૂકમાં દેખાયા છે. બન્નેને ગઇ સાંજે વ્હાઇટ શર્ટમાં જોવામાં આવ્યા છે. હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, શું પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢા એકબીજાને ડેટ કરી રહ્યાં છે ?
બન્નેને મળ્યો છે ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ -
જોકે, આના પર કંઇપણ કહેવું હાલમાં ઉતાવળ ગણાશે, પરંતુ પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢા 'ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ'ના સન્માનની સાથે નવાઝવામાં આવ્યા હતા, ભારતમાં પહેલીવાર કોઇને આ સન્માન મળ્યું હતુ.
આ ઓનરનું નેશનલ ઇન્ડિયન સ્ટૂડન્ટ્સ એન્ડ એલૂમની યૂનિયન (એનઆઇએસએયૂ)એ ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યૂકેના આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિભાગ (ડીઆઇટી)ની સાથે મળીને આનું આયોજન કર્યુ હતુ, આ સેરેમની બ્રિટિશ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખતાં કરવામાં આવી હતી. ખાસ વાત છે કે, આ ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓને જોતા સેલિબ્રેટ કરવામાં આવી હતી.
View this post on Instagram
બન્ને છે સિંગલ -
આજથી 15 વર્ષ પહેલા પરિણીતી ચોપડા બ્રિટનની માન્ચેસ્ટર સ્કૂલની વિદ્યાર્થીની રહી ચૂકી છે. વળી, રાઘવ ચડ્ઢાની તાલીમની વાત કરીએ તો તે લંડન સ્કૂલ ઓફ ઇકોનૉમિક્સમાંથી અભ્યાસ કરી ચૂક્યા છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢા બન્ને જ અભ્યાસમાં હોશિયાર રહ્યાં છે, અને પોતાના ક્લાસના ટૉપર પણ. એવુ પણ બની શકે છે કે બન્નેની એકબીજા સાથે બનતી હોય. પરિણીતી ચોપડા સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન નથી કર્યા. જોકે, તેમની વચ્ચે કોઇ છે તો તેમના સંબંધોને લઇને લોકોની વચ્ચે આવવું જોઇએ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram