શોધખોળ કરો

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન, ગુજરાત બનશે હેલ્થ અને હાઈજીનનું હબ

રાજકોટના બિલિયાળા ખાતેથી 'મેન્સ્ટ્રુઅલ હાઈજીન અવેરનેસ કેમ્પ'નો પ્રારંભ, ૨.૫૧ લાખ દીકરીઓને નિઃશુલ્ક સેનિટરી પેડનું વિતરણ કરાશે.

Bhupendra Patel sanitary pad unit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના બિલિયાળા ખાતે દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ 'મેન્સ્ટ્રુઅલ હાઈજીન અવેરનેસ કેમ્પ'નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પાન હેલ્થ એન્ડ હાઈજીન પ્રા. લી. કંપની દ્વારા અંદાજે રૂ. ૯૧ લાખના ખર્ચે રાજ્યના આદિવાસી વિસ્તારો અને સરકારી શાળાઓની ૨,૫૧,૦૦૦ જેટલી દીકરીઓને સેનિટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ નવા યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આરોગ્ય ક્ષેત્રે એક વૈશ્વિક હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે અને આજે શરૂ થયેલ આ અત્યાધુનિક પ્લાન્ટ વડાપ્રધાનના આ નિર્ધારને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત વૈશ્વિક સ્તરે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે વર્તમાન સમયની જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનોનું નિર્માણ કરવું એ ખરેખર પ્રશંસનીય પગલું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના ગામડાઓ અને સામાન્ય માનવી સુધી આરોગ્યની સેવાઓ સરળતાથી પહોંચે તેવી સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂક્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે હોલીસ્ટીક હેલ્થ કેરની પ્રણાલિને આત્મસાત કરી છે અને ગુજરાત રાજ્ય આરોગ્યલક્ષી સેવાઓના ઉત્પાદનમાં પણ અગ્રેસર રહ્યું છે. સેનિટરી પેડ આજના યુગમાં આરોગ્ય જાળવણીની દ્રષ્ટિએ એક આવશ્યક જરૂરિયાત છે અને આ પ્લાન્ટ તેમના આરોગ્યલક્ષી ઉત્પાદનો દ્વારા વડાપ્રધાનના હેલ્થ અને વેલનેસમાં ભારતને અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપશે.

વડાપ્રધાનએ 'મેક ઇન ઈન્ડિયા'ના વિઝન સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની દિશા આપી છે અને આજે ભારતમાં આટલું વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતા ધરાવતો પ્લાન્ટ સૌરાષ્ટ્રમાં સ્થપાયો છે, તે આ દિશામાં એક વધુ નક્કર પગલું છે. આ પ્લાન્ટ રોજ એક કરોડથી વધુ ડાયપર અને હાઈજીન પ્રોડક્ટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે અને રોજગારી સર્જન તેમજ એક મોટા નિકાસ એકમ બનવાના લક્ષ્ય સાથે કાર્ય કરી રહ્યો છે. આ યુનિટ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમની મજબૂતાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને લગભગ ૨૨૦૦ થી વધારે લોકોને રોજગારી આપશે, જેમાં ૫૦%થી વધારે મહિલાઓ હશે, જે મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન ખેડૂતોના વિકાસ માટે કપાસના મૂલ્યમાં વધારો કરી 'ફેક્ટરી ટુ ફેશન એન્ડ ફોરેન'ની ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ અમલમાં મૂકવામાં આવી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો. આ નીતિને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ પોલિસી-૨૦૨૪ અમલી બનાવી છે. આ પોલિસી ટેક્સટાઇલ ઉદ્યોગોને વિકાસની નવી તકો પૂરી પાડવામાં સફળ રહી છે અને રાજકોટ આસપાસના વિસ્તારોમાં ટેકનિકલ ટેક્સટાઇલની સુઘડ ઇકો-સિસ્ટમ ઊભી કરવામાં પણ આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાનએ વિકસિત ભારત - ૨૦૪૭ના સંકલ્પ માટે સ્વચ્છ ભારત પર વિશેષ ભાર મૂક્યો છે, સાથે જ મેદસ્વિતા અને ટી.બી.મુક્ત ભારત બનાવવાનું આહવાન કર્યું છે. સરકાર ટી.બી.ના દર્દીઓને નિઃશુલ્ક કીટ આપે છે અને આ પ્લાન્ટ સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ પરષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં હેલ્થ અને હાઈજીન ક્ષેત્રે ભારતનું સૌથી મોટું યુનિટ શરૂ કરવા બદલ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આ યુનિટ નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા 'મેઈક ઈન ઈન્ડીયા' અને 'મેઈક ફોર ગ્લોબલ'ના વડાપ્રધાનના ધ્યેયને સાર્થક કરવા માટે આગળ વધશે. તેમણે ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત હેલ્થ અને હાઈજીન ક્ષેત્રે ૨%ના યોગદાનથી વધીને આજે ૧૨% યોગદાન સુધી પહોંચ્યું છે. સાંસદએ ભવિષ્યમાં યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં આગળ આવવા અને મહત્તમ પ્રગતિ કરીને વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

મુલાકાતના પ્રારંભે મુખ્યમંત્રીએ દેશના સૌથી મોટા સેનિટરી પેડ ઉત્પાદક એકમની તકતીનું અનાવરણ કર્યું હતું અને પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં પાન હેલ્થ કેરના સી.ઈ.ઓ ચિરાગભાઈ પાને સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીના હસ્તે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને રૂ. ૧ કરોડનું અનુદાન, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટને ૧ અન્નપૂર્ણા રથ અને વિવેકાનંદ યુથ કલબને ૫૧ મોબિલિટી ટ્રાયસિકલના અનુદાનના ચેક પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરીયા, મતી ગીતાબા જાડેજા, કાંતિભાઈ અમૃતીયા, પ્રકાશ વરમોરા, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક હિમકર સિંહ, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા, બાન લેબ્સ કંપનીના માલિક મૌલેશભાઇ ઉકાણી, પાન હેલ્થ એન્ડ હાઈજીન પ્રા.લી.ના મનસુખભાઈ પાન, ડો. અનિલભાઈ પટેલ, અરવિંદભાઈ પાન, જતીનભાઇ પાંચાણી, અલ્પેશભાઈ તથા અન્ય સભ્યો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવા પડશે મોંઘા ? ટ્રમ્પની આ યોજનાથી ભારતીયોની ચિંતા વધી
અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવા પડશે મોંઘા ? ટ્રમ્પની આ યોજનાથી ભારતીયોની ચિંતા વધી
BSFની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનની 72 ચોકીઓ થઇ હતી તબાહ,  ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો આવ્યો સામે
BSFની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનની 72 ચોકીઓ થઇ હતી તબાહ, ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો આવ્યો સામે
રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસુ ક્યારે પહોંચશે ગુજરાત?
રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસુ ક્યારે પહોંચશે ગુજરાત?
Advertisement

વિડિઓઝ

PM Modi Road Show In Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં ભવ્ય રોડ શો, ઉમટી જનમેદનીGujarat Rain Update : ભાવનગરમાં મીની વાવાઝોડું, સૌરાષ્ટ્ર- દ. ગુજરાતમાં વરસાદ શરૂRajkot News : ખૂદ માતાએ બાળકીને છત પરથી નીચે લટકાવ્યો, પિતાએ દોડી આવી બચાવ્યો , વીડિયો વાયરલGujarat Rain Alert : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં અપાયું ભારે વરસાદનું એલર્ટ? જુઓ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવા પડશે મોંઘા ? ટ્રમ્પની આ યોજનાથી ભારતીયોની ચિંતા વધી
અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવા પડશે મોંઘા ? ટ્રમ્પની આ યોજનાથી ભારતીયોની ચિંતા વધી
BSFની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનની 72 ચોકીઓ થઇ હતી તબાહ,  ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો આવ્યો સામે
BSFની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનની 72 ચોકીઓ થઇ હતી તબાહ, ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો આવ્યો સામે
રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસુ ક્યારે પહોંચશે ગુજરાત?
રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસુ ક્યારે પહોંચશે ગુજરાત?
...તો વિઝા ખત્મ કરવામાં આવશે', અમેરિકાએ ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને આપી ચેતવણી
...તો વિઝા ખત્મ કરવામાં આવશે', અમેરિકાએ ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને આપી ચેતવણી
COVID-19 cases in India: ભારતમાં ઓમિક્રોનના ચાર સબ-વેરિઅન્ટ મળ્યા, જાણો કેટલા છે ખતરનાક?
COVID-19 cases in India: ભારતમાં ઓમિક્રોનના ચાર સબ-વેરિઅન્ટ મળ્યા, જાણો કેટલા છે ખતરનાક?
Bhavnagar Rain: મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં બે ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Bhavnagar Rain: મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં બે ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
India-Pakistan conflict: ચીનના ઇશારે ભારતનું દુશ્મન બની રહ્યું છે પાકિસ્તાન?, એસ જયશંકરે આપ્યો ચોંકાવનારો જવાબ
India-Pakistan conflict: ચીનના ઇશારે ભારતનું દુશ્મન બની રહ્યું છે પાકિસ્તાન?, એસ જયશંકરે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget