શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં આજે અમિત શાહના પુત્રની ટીમ સામે ક્યા દિગ્ગજની ટીમની મેચ ?
આ મેચ દ્વારા મોટેરા સ્ટેડિયમની ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આગામી 24 ડિસેમ્બર ને ગુરુવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સાધારણસભા યોજાવાની છે. આ એજીએમ પહેલાં બુધવારે મોટેરા સ્ટેડિયમમાં બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને બોર્ડના સેક્રેટરી જય શાહ ઇલેવન વચ્ચે ટેનિસ બોલમાં ફ્રેન્ડલી ઉદઘાટન મેચ પણ રમવામાં આવશે.
આ મેચ દ્વારા મોટેરા સ્ટેડિયમની ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે. મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં 1.14 લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે. આ મેચના રેફરી ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લા હશે. આ એજીએમમાં એજીએમમાં હૈદરાબાદ બોર્ડના પ્રમુખ અઝહરુદ્દીન સહિત બીસીસીઆઈ ઈલેક્ટોરલ બોર્ડના 28 સભ્યો હાજર રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement