Rishabh Pant: કાર અકસ્માતમાં તુટ્યો ઋષભ પંતનો એક પગ, જાણો બીજે ક્યાં-ક્યાં થઇ ઇજા
રૉડ અકસ્માતમાં ઋષભ પંતના ડાબા પગનું લિંગામેન્ટ તુટી ગયું છે. થોડીવારમાં દેહરાદૂનના મેક્સ હૉસ્પીટલમાં ફૂલ બૉડી એમઆઇઆર કરવામાં આવશે,
Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant) શુક્રવાર સવાર સુધી એક ગંભીર દૂર્ઘટનાનો શિકાર થઇ ગયો, ઉત્તરાખંડના રુડકીમાં તેની કાર ડિવાઇડર સાથે ટકરાઇ અને દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી. સવારે 5.30 વાગ્યા આ દૂર્ઘટના ઘટી, હવે તાજા રિપોર્ટ એ છે કે, આ દૂર્ઘટનામાં ઋષભ પંતનો પગ તુટી ગયો છે, અને તેને બીજે ઘણીબધી જગ્યાએ ગંભીર ઇજા પહોંચી છે.
રૉડ અકસ્માતમાં ઋષભ પંતના ડાબા પગનું લિંગામેન્ટ તુટી ગયું છે. થોડીવારમાં દેહરાદૂનના મેક્સ હૉસ્પીટલમાં ફૂલ બૉડી એમઆઇઆર કરવામાં આવશે, આ પછી તેની તમામ ઇજાઓની ડિટેલ્સ સામે આવશે,
ઋષભ પંતની કાર કોતવાલી મંગલૉર વિસ્તારના અંતર્ગત આવનારા મોહમ્મદપુર જાટની પાસે ટકરાઇ, આ સમયે 108 તથા હરિદ્વારા પોલીસ પહોંચી, અહીંથી તેને સૌથી પહેલી રુડકી હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો, આ પછી તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યો.
Rishabh Pant leg X-Ray pic.twitter.com/GV9gOoOYGq
— All About Cricket (@allaboutcric_) December 30, 2022
રીષભ પંતની હાલત ગંભીર, કરવી પડશે પ્લાસ્ટિક સર્જરી, જાણો ક્યાં નડ્યો અકસ્માત ?
રીષભ પંત પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતની તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી. કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે ગંભીર અકસ્માત નડતા ક્રિકેટ ચાહકોમાં ચિંતાની લાગણી છે. આ અકસ્માતમાં રીષભ પંતને માથા અને પગમાં ઈજા થઈ છે ત્યારે બહાર આવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, રીષભ પંતને કાર ચલાવતાં ચલાવતાં અચાનક ઝોકું આવી જતાં અકસ્માત થયો હતો.
પંત દિલ્લીધી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પંત કારમાં એકલો જ હતો અને પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતને ઝોકું આવી જતાં તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી. કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને પણ માંડ માંડ કારમાંથી બહાર કઢાયો હતો. પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે. શરૂઆતમા તેને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો પણ તે પીઠ તથા બીજા ભાગે દાઝી ગયો હોવાથી તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે પણ પંત શરીરે ઘણી જગાએ દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે દિલ્લી મોકલવામાં આવ્યો છે.