DC vs GT: ગુજરાત સામે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સનો 4 રને વિજય
DC vs GT Live Score IPL 2024: અહીં તમને દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Background
દિલ્હી કેપિટલ્સનો 4 રને વિજય
DC vs GT Match Report: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શકી હતી. આ રીતે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સ માટે ડેવિડ મિલરે તોફાની ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને 23 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો. ડેવિડ મિલર સિવાય સાઈ સુદર્શને 39 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિદ્ધિમાન સાહાએ 25 બોલમાં 39 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં રાશિદ ખાને 11 બોલમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો.
સાઈ સુદર્શન પેવેલિયન પરત ફર્યો
13મી ઓવરમાં રસિક સલામે સાઈ સુદર્શનને આઉટ કરીને ગુજરાતને ચોથો ઝટકો આપ્યો હતો. સુદર્શન 39 બોલમાં 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. ગુજરાતને હવે 42 બોલમાં જીતવા માટે 98 રન કરવાના છે. ડેવિડ મિલર અને શાહરૂખ ખાન ક્રિઝ પર છે. ગુજરાતનો સ્કોર એક વિકેટે 127 રન છે.
કુલદીપ યાદવે તેની ઓવરમાં 8 રન આપ્યા
કુલદીપ યાદવે આઠમી ઓવર નાખી. આ ઓવરમાં આઠ રન આવ્યા હતા. 8 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર એક વિકેટે 79 રન છે. રિદ્ધિમાન સાહા 22 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવી રહ્યો છે. જ્યારે સુદર્શન 21 બોલમાં 34 રન બનાવીને રમતમાં છે. તેના બેટમાંથી અત્યાર સુધીમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા આવી ચૂક્યા છે. ગુજરાતને હવે 72 બોલમાં જીતવા માટે 146 રન બનાવવાના છે.
ગુજરાતનો સ્કોર 50/1
ગુજરાતનો સ્કોર માત્ર 4 ઓવરમાં એક વિકેટે 50 રન સુધી પહોંચી ગયો છે. ગિલની વિકેટથી કોઈ ફરક પડ્યો નથી. રિદ્ધિમાન સાહા 10 બોલમાં 26 રન અને સાઈ સુદર્શન 9 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 15 બોલમાં 37 રનની ભાગીદારી છે.
ગુજરાતનો સ્કોર 24/1
બીજી ઓવરમાં શુભમન ગિલની વિકેટ પડી હોવા છતાં તેની સાથે 15 રન પણ આવ્યા હતા. 2 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર એક વિકેટે 24 રન છે. સાઈ સુદર્શન બે બોલમાં સાત રન અને રિદ્ધિમાન સાહા પાંચ બોલમાં 10 રન બનાવીને રમતમાં છે.