(Source: ECI/ABP News/ABP Majha)
Team India's Diwali: ભારતીય ટીમે ઉજવી દિવાળી, પત્નીઓ સાથે જોવા મળ્યા ક્રિકેટર્સ, જુઓ વીડિયો
ટીમ ઈન્ડિયાએ શનિવારે રાત્રે બેંગલુરુની એક હોટલમાં દિવાળી સેલિબ્રેશન પાર્ટી કરી હતી. આ ઈવેન્ટમાં ક્રિકેટરો અને સ્ટાફ પોતપોતાની પત્નીઓ સાથે જોવા મળ્યો હતો.
Team India's Diwali Celebrations: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં તેની છેલ્લી લીગ મેચ પહેલા ખૂબ જ ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી. દિવાળી પર નેધરલેન્ડ સામેની મેચને કારણે ભારતીય ખેલાડીઓ અને સ્ટાફે એક દિવસ પહેલા જ દિવાળીની ઉજવણી કરી હતી. ટીમ ઈન્ડિયાએ શનિવારે રાત્રે બેંગલુરુની એક હોટલમાં દિવાળી સેલિબ્રેશન પાર્ટી કરી હતી. આ ઈવેન્ટમાં ક્રિકેટરો અને સ્ટાફ પોતપોતાની પત્નીઓ સાથે જોવા મળ્યો હતો. ક્રિકેટર્સે આ ઈવેન્ટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
બીસીસીઆઈએ આ ઈવેન્ટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા સૌથી પહેલા તેની પત્ની અને પુત્રી સાથે જોવા મળે છે. આ પછી રવિન્દ્ર જાડેજા તેની પત્ની સાથે એન્ટ્રી કરતા જોવા મળે છે. શાર્દુલ ઠાકુરથી લઈને વિરાટ કોહલી સુધી દરેક પરિણીત ક્રિકેટર અહીં પોતાની પત્ની સાથે જોવા મળે છે. હોટલમાં ટીમ ઈન્ડિયાની દિવાળી સેલિબ્રેશનની સજાવટ પણ બતાવવામાં આવી છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ અહીં જોવા મળે છે.
We are #TeamIndia 🇮🇳 and we wish you and your loved ones a very Happy Diwali 🪔 pic.twitter.com/5oreVRDLAX
— BCCI (@BCCI) November 12, 2023
વીડિયોમાં ઈશાન કિશન પણ શાર્દુલ અને શુભમનની સમાન ડ્રેસ પહેરીને મજાક ઉડાવતો જોવા મળે છે. કોચ રાહુલ દ્રવિડ બધાને મળતા જોવા મળી રહ્યા છે. આ ઈવેન્ટમાં દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળે છે.
હવે નેધરલેન્ડ સાથે સ્પર્ધા
ભારતીય ટીમને હવે નેધરલેન્ડ્સ સાથે ટક્કર આપવાની છે. વર્લ્ડ કપ 2023ની આ છેલ્લી લીગ મેચ છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા પહેલા જ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, આ મેચ સેમિફાઇનલ માટે પ્રેક્ટિસ મેચ જેવી હશે. બીજી તરફ નેધરલેન્ડ આ મેચ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે.
ભારતની ટીમ વર્ષ 1992 બાદ પહેલીવાર દિવાળીના પર્વ પર મેચ રમી રહી છે. દિવાળીના શુભ દિવસે ભારતની આ બીજી વનડે વર્લ્ડ કપની મેચ છે. આ પહેલા વર્લ્ડ કપ 1987માં પણ ભારતીય ટીમ દિવાળી પર રમી હતી. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અત્યાર સુધી વર્લ્ડ કપમાં 2 મેચ રમાઈ છે અને બંને મેચમાં ભારતને જીત મળી છે. ભારતે નેધરલેન્ડ્સને વર્લ્ડ કપ 2003માં 68 રનથી જયારે વર્લ્ડ કપ 2011માં 5 વિકેટથી હરાવ્યું હતું.
शुभ दीपावली 🪔❤️ pic.twitter.com/Fgjrwf4V3A
— Rohit Sharma (@ImRo45) November 11, 2023