Bhuvneshwar Kumar Record: ભુવનેશ્વરે તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, T20 ઈંટરનેશનલમાં મેળવ્યું આ સ્થાન...
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 3 મેચોની ટી20 સિરીઝમાં 2-1થી હરાવ્યું છે. ભારતને ત્રીજી અને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Rohit Sharma Bhuvneshwar Kumar Record England vs India: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 3 મેચોની ટી20 સિરીઝમાં 2-1થી હરાવ્યું છે. ભારતને ત્રીજી અને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, શરુઆતની બે મેચોમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં બંને મેચ ભારતે જીતી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારને તેના શાનદાર પ્રદર્શન બાદ મેન ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભુવીએ આ સિરીઝમાં ખતરનાક બોલિંગ કરી હતી. આ સાથે ભુવનેશ્વર કુમારે એક ખાસ ઉપલબ્ધી પણ મેળવી છે અને કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.
ભુવનેશ્વર ભારત માટે રમતાં ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતવાના મામલે બીજા સ્થાન પર પહોંચી ગયો છે. ભુવીએ આ રેકોર્ડમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. ભુવીએ 3 વખત મેન ઓધ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યો છે. જ્યારે રોહિત શર્મા 2 વખત મેન ઓફ ધ સિરીઝનું ટાઈટલ જીત્યો છે. આ મામલે વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ 7 વખત મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે.
ભારત માટે સૌથી વધુ વખત T20I મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ -
7 એવોર્ડ - વિરાટ કોહલી
3 એવોર્ડ - ભુવનેશ્વર કુમાર*
2 એવોર્ડ - રોહિત શર્મા
2 એવોર્ડ - યુઝવેન્દ્ર ચહલ
For his fantastic bowling performance, @BhuviOfficial bags the Player of the Series award 👏👏#TeamIndia | #ENGvIND pic.twitter.com/54YgYpA1m9
— BCCI (@BCCI) July 10, 2022