James Anderson: સ્વિંગના જાદૂગર જેમ્સ એન્ડરસનને મળશે ઇંગ્લેન્ડનું સૌથી મોટું સન્માન
James Anderson: જેમ્સ એન્ડરસનને ક્રિકેટમાં તેમના પ્રશંસનીય યોગદાન બદલ નાઈટહૂડથી સન્માનિત કરવામાં આવશે. આ ઇંગ્લેન્ડનું સૌથી મોટું સન્માન છે. એન્ડરસને ત્રણેય ફોર્મેટમાં 401 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

James Anderson: સ્વિંગના જાદુગર જેમ્સ એન્ડરસનને ઇંગ્લેન્ડનો સૌથી મોટો સન્માન આપવામાં આવશે. ક્રિકેટમાં તેમના પ્રશંસનીય યોગદાન બદલ તેમને નાઈટહૂડથી નવાજવામાં આવશે. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને વિશ્વ ક્રિકેટમાં પણ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 188 મેચોમાં 704 વિકેટ લીધી છે. નોંધનિય છે કે, જેમ્સ એન્ડરસન વિશ્વમાં તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે.
ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પોતાનું પદ છોડતી વખતે કેટલાક પુરસ્કારોના નામ જાહેર કર્યા હતા. આ સમયે, ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનું નામ નાઈટહૂડ સન્માન માટે સમાવવામાં આવ્યું હતું. એન્ડરસને તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક અને એન્ડ્રુ સ્ટ્રોસને પણ આ સન્માન મળ્યું છે. જેમ્સ એન્ડરસન ઈંગ્લેન્ડના 13મો ક્રિકેટર છે જેમને નાઈટહૂડનો ખિતાબ મળ્યો છે. તેમના પહેલા, ઇયાન બોથમ (2007), બોયકોટ (2019), કૂક (2019) અને સ્ટ્રોસ (2019) ને નાઈટહૂડથી નવાજવામાં આવ્યા છે.
જેમ્સ એન્ડરસન ક્રિકેટ કારકિર્દી
42 વર્ષીય જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે 188 ટેસ્ટ, 194 વનડે અને 19 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. આમાં તેણે અનુક્રમે 704, 269 અને 18 વિકેટ લીધી છે. તેણે ઘણી મેચોમાં માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે ત્રણેય ફોર્મેટમાં 1627 રન બનાવ્યા છે. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં 32 વખત પાંચ વિકેટ અને 3 વખત 10 વિકેટ લીધી છે. તેણે વનડેમાં બે વાર પાંચ વિકેટ પણ લીધી છે.
એન્ડરસન (704) ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800) આ યાદીમાં ટોચ પર છે. સ્વર્ગસ્થ શેન વોર્ન (708) બીજા સ્થાને છે.
જેમ્સ એન્ડરસને IPL 2025 માં નોંધણી કરાવી હતી
ભારતમાં યોજાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિ માટે હરાજીમાં અનુભવી બોલર જેમ્સ એન્ડરસને પોતાનું નામ નોંધાવ્યું હતું. જોકે, કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નહીં. આઈપીએલ હરાજીમાં એન્ડરસને પોતાની બેઝ પ્રાઈસ 1.25 કરોડ રૂપિયા રાખી હતી.
I’ll be going on tour with @felixwhite later this year discussing wickets, runs 😂, teammates, life on tour and much much more. Tickets on sale now at https://t.co/eFyxfT4R6q pic.twitter.com/hLpGFJ5wZo
— James Anderson (@jimmy9) February 28, 2025