WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા સ્ટીવ સ્મિથ પર ભડક્યો એલન બોર્ડર, જાણો શું કહ્યું ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલ ખાતે રમાશે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે.
Allan Border On Steve Smith: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલ ખાતે રમાશે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે તેનું નિવેદન આપ્યું છે. એલન બોર્ડરે કહ્યું કે તેઓ ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પાસે આક્રમક ક્રિકેટ રમવાની આશા રાખે છે. ખાસ કરીને, સ્ટીવ સ્મિથ તરફથી... તેણે કહ્યું કે પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ વિપક્ષી ટીમો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ માહોલમાં ઢળી ગઈ છે, જે યોગ્ય નથી.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડર સ્ટીવ સ્મિથ પર કેમ ગુસ્સે થયા ?
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડરનું માનવું છે કે મૈત્રીપૂર્ણ માહોલ હોવો જોઈએ, પરંતુ મને નથી લાગતું કે વધુ પડતી આક્રમકતા યોગ્ય છે. આ સાથે જ તેણે સ્ટીવ સ્મિથનું ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું કે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમી રહી હતી ત્યારે સ્ટીવ સ્મિથ ભારતીય બોલરોની સારી બોલિંગની પ્રશંસા કરી રહ્યો હતો, પરંતુ મને તે યોગ્ય નથી લાગતું, કારણ કે તમે ત્યાં વિરોધી ટીમ સાથે મેચ રમી રહ્યા છો, તમે જીતવા માંગો છો. જો હું હોત તો મેં આક્રમક ક્રિકેટ રમવાનું પસંદ કર્યું હોત.
'હું હંમેશાથી આક્રમક ક્રિકેટનો ચાહક રહ્યો છું, પરંતુ...'
એલન બોર્ડરે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ રમવાની રીત હંમેશા અલગ રહી છે. હું હંમેશાથી આક્રમક ક્રિકેટની તરફેણમાં રહ્યો છું, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વિરોધી ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરો. આ સાથે જ તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રકારની ક્રિકેટ રમવા માટે જાણીતી છે. આ કારણે કિવી ટીમને 'Mr Nice Guy' કહેવામાં આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી રમાશે. ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર બંને ટીમો આમને-સામને થશે.
ઓવલમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ છે
ભારતીય ટીમે ઓવલ ખાતે અત્યાર સુધી 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ટીમ માત્ર 2 જીતી શકી છે અને 5 મેચ હારી છે, જ્યારે 7 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે અહીં છેલ્લી ટેસ્ટ મેચ 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 157 રનથી જીત મેળવી હતી. તે મેચમાં વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 127 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો આવો છે રેકોર્ડ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની વિરોધી ઓસ્ટ્રેલિયા ટીમનો રેકોર્ડ પણ અહીં ખાસ નથી. કાંગારૂ ટીમે અહીં અત્યાર સુધીમાં કુલ 38 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ટીમ માત્ર 7 જીતી છે અને 17માં હાર્યું છે, જ્યારે 14 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 અને ભારતીય ટીમે 32 મેચ જીતી છે. જ્યારે 29 મેચ ડ્રો અને એક મેચ ટાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે છેલ્લી આઈસીસી ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફીના તરીકે 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા નિશ્ચિતપણે 10 વર્ષથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાએ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું.