IPLમાં અમદાવાદની ટીમના હેડ કોચ બનસે ભારતના આ ભૂતપૂર્વ બોલર, ગેરી કર્સટન બનશે મેન્ટર જ્યારે......
આ પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે, ટીમના હેડ કૉચ રવિ શાસ્ત્રી અમદાવાદની ટીમના કૉચ બની શકે છે.

મુંબઈઃ આઇપીએલ 2022ની સિઝન માટે તૈયારી શરૂ થઇ ગઇ છે. આ વખતે આઇપીએલમાં બે નવી ટીમો ઉમેરાઇ રહી છે, પહેલા આઠ ટીમો આઇપીએલની મેચો રમતી હતી, હવે અમદાવાદ અને લખનઉ ટીમની એન્ટ્રી થતા આઇપીએલની ટીમો વધીને કુલ 10 થઇ ગઇ છે.
બે નવી ટીમોએ ખેલાડીઓ અને કૉચિંગ સહિત સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે, અમદાવાદની ટીમ એક મોટો દાંવ રમવા જઇ રહી છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આશિષ નેહરા અમદાવાદની ટીમનો હેડ કોચ બનશે જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાંથી રમી ચૂકેલો મૂળ ગુજરાતી વિક્રમ સોલંકી ક્રિકેટ ડિરેક્ટર બનશે. વિક્રમ સોલંકી બેટિંગ કોચ તરીકે પણ કામ કરશે.
ભારતીય ટીમને 2011માં વર્લ્ડ કપ જીતાડનારા હેટ કોચ ગેરી કર્સટન ટીમના મેન્ટર બનશે. બોર્ડ દ્વારા આ મહિને અમદાવાદ ટીમને લેટર ઓઉ ઈન્ટેન્ટ આપી દેવાય પછી આ નિમણૂકો કરાશે. નેહરા આ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કોચ હતા. ગેરી કર્સ્ટન પણ બેંગલોરની ટીમ સાથે જોડાયેલા હતા.
આ પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે, ટીમના હેડ કૉચ રવિ શાસ્ત્રી અમદાવાદની ટીમના કૉચ બની શકે છે. ક્રિકબઝના રિપોર્ટમા દાવો કરાયેલો કે, રવિ શાસ્ત્રી અમદાવાદ ટીમના કૉચ બની શકે છે અને તેમની સાથે સપોર્ટ કૉચ તરીકે ભરત અરુણ અને આ શ્રીધર પણ અમદાવાદ સાથે જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેયનો ટીમ ઇન્ડિયા સાથેનો કૉચિંગ કૉન્ટ્રાક્ટ પુરો થઇ ગયો છે. હાલ રવિ શાસ્ત્રીની જગ્યાએ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના હેડ કૉચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે.
અમદાવાદ અને લખનઉના જોડાવવાથી આઇપીએલ 2022 સિઝનથી 10 ટીમો આમને સામને ટકરાશે. સંજીવ ગોયનકાના આરપીએસજી ગૃપે લખનઉ ફ્રેન્ચાઇઝીને 7090 કરોડમાં ખરીદી છે, જ્યારે સીવીસી કેપિટલ્સે અમદાવાદની ટીમને 5625 કરોડ રૂપિયાની રકમથી ખરીદી છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે પૂર્વ ઇન્ડિયન ટીમના હેડ કૉચ રવિ શાસ્ત્રી અમદાવાદની ટીમના કૉચ બની શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
