દાદા ફરીથી ઉતરશે મેદાનમાં, આ ટીમની કેપ્ટનશીપ કરશે BCCI અધ્યક્ષ
Legends League Cricketની બીજી સિઝન શરૂ થવાની છે. આ લીગ સપ્ટેમ્બર 2022માં શરૂ થવા જઈ રહી છે
Legends League Cricketની બીજી સિઝન શરૂ થવાની છે. આ લીગ સપ્ટેમ્બર 2022માં શરૂ થવા જઈ રહી છે. આ રોમાંચક ક્રિકેટ લીગની પ્રથમ મેચ ખૂબ જ ખાસ હશે. આ લીગની પ્રથમ મેચ ભારતના ઐતિહાસિક સ્ટેડિયમ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ખાસ વાત એ છે કે આ મેચમાં સૌરવ ગાંગુલી ભારતીય ટીમની કપ્તાની કરશે. લિજેન્ડ્સ ક્રિકેટ લીગની આ મેચ પણ આઝાદીના 75 વર્ષની ઉજવણીનો એક ભાગ હશે. આ લીગમાં ભારતીય ટીમને ઈન્ડિયા મહારાજા જ્યારે વિશ્વની ટીમને વર્લ્ડ જાયન્ટ્સ જાહેર કરવામાં આવી છે.
Once a legend, always a legend! Welcoming #Dada aka The Maharaja aka The Prince of Calcutta @SGanguly99 to @llct20 to lead a special mission for a landmark event. #LegendsLeagueCricket #LLCT20 #BossLogonKaGame #Season2 #BossGame #SouravGanguly #India pic.twitter.com/faAjFyhW6D
— Legends League Cricket (@llct20) July 30, 2022
દાદા ફરી ભારતીય ટીમનું સુકાન સંભાળશે
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી લાંબા સમય બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં વિશ્વ ટીમમાંથી 10 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારત અને વિશ્વની ટીમ વચ્ચેની મેચ બાદ આ લીગની મેચો શરૂ થશે. ભારતના છ શહેરોમાં 22 દિવસમાં કુલ 15 મેચો રમાશે.
ગાંગુલીનું કરિયર
સૌરવ ગાંગુલીની કારકિર્દીની વાત કરીએ તો 113 ટેસ્ટ મેચો સિવાય તેમણે 311 ODI (ODI) અને IPLમાં 59 મેચ રમી હતી. દાદાએ 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 16 સદી ફટકારી હતી, જ્યારે 1 બેવડી સદી પણ ગાંગુલીના નામે છે. આ સિવાય પૂર્વ કેપ્ટને 311 વનડેમાં 11363 રન બનાવ્યા છે. ODIમાં દાદાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 છે. સૌરવ ગાંગુલીએ વન-ડે ક્રિકેટમાં 22 સદી ઉપરાંત 72 વખત પચાસનો આંકડો પાર કર્યો છે. સૌરવ ગાંગુલીએ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરી હતી, આ સિવાય તે સહારા પુણે વોરિયર્સ તરફથી પણ રમ્યો હતો.
SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી
KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી