(Source: ECI/ABP News/ABP Majha)
Video: MS Dhoni Birthday: મહેન્દ્રસિંહ ધોનીએ ઇગ્લેન્ડમાં ઉજવ્યો જન્મદિવસ, પત્ની સાક્ષી અને ઋષભ પંત પણ રહ્યા સાથે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
MS Dhoni Birthday: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ધોનીએ ઇગ્લેન્ડમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીનો વીડિયો ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
View this post on Instagram
વાસ્તવમાં ધોની પરિવાર સાથે વેકેશન મનાવવા ઇગ્લેન્ડ પહોંચ્યો છે. ચાર જૂલાઇના રોજ બંન્નેના લગ્નની એનિવર્સરી હતી. અહી તેઓએ મેરેજ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી અને હવે ધોનીનો જન્મદિવસ પણ અહી સેલિબ્રેટ કર્યો હતો.
સાક્ષીએ ધોનીના જન્મદિવસની ઉજવણીનો વીડિયો શેર કર્યો
ધોનીના બર્થડે સેલિબ્રેશનનો વીડિયો અને તસવીરો તેની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં તમે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ જોઈ શકો છો. પંત હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. હવે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે.
સાક્ષીએ શેર કરેલા વીડિયોમાં ધોની બ્રાઈટ જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. ધોની માટે શાનદાર કેક તૈયાર કરવામાં આવી છે. ધોની કેક કાપી રહ્યો હોય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી મ્યૂઝિક સંભળાઇ રહ્યું છે
ધોની આઈપીએલમાં છેલ્લી મેચ રમ્યો હતો
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી હતી. જોકે માહી હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. તે હાલમાં ચેન્નઈ ટીમનો કેપ્ટન પણ છે. ધોની એ જ સિઝનમાં આઈપીએલમાં છેલ્લી મેચ રમ્યો હતો. ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં 26 રન બનાવ્યા હતા. આ મેચ તેની ટીમ હારી ગઈ હતી.
માહી ભારતનો સૌથી સફળ કેપ્ટન છે
તે ભારતીય ટીમનો સૌથી સફળ કેપ્ટન હતો, જેણે પોતાના નેતૃત્વમાં દેશ માટે ત્રણ ICC ટૂર્નામેન્ટ જીતી છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ 2007 T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને પછી 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે આ ત્રણેય ટૂર્નામેન્ટ જીતી છે.