IND vs BAN Highlights: ભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું, કુલદીપ યાદવની 19 રનમાં 3 વિકેટ
IND vs BAN: ભાારતે સુપર-8 મુકાબલામાં બાંગ્લાદેશને 8 વિકેટથી હાર આપી હતી. હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડર દેખાવ પર પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.
T20 World Cup 2024 IND vs BAN Match Highlights: T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે એન્ટીગુઆના નોર્થ સાઉન્ડ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં (Sir Vivian Richards Stadium, North Sound, Antigua) સુપર-8 મુકાબલો રમાયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 197 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શકતા ભારતનો 50 રનથી વિજય થયો હતો. બાંગ્લાદેશ તરફથી શાન્ટોએ (Najmul Hossain Shanto) સર્વાધિક 40 રન બનાવ્યા હતા. હસને 29 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે (Kuldeep Yadav) શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે 13 રનમાં 2 વિકેટ, અર્શદીપ સિંહે 30 રનમાં 2 વિકેટ તથા હાર્દિક પંડ્યાએ 32 રનમાં 1 વિકેટ લીધી હતી.
આ પહેલા વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યાની (vice captain Hardik Pandya) અણનમ અડધી સદીના બળ પર, ભારતે સુપર આઠ તબક્કાની તેની બીજી મેચમાં બાંગ્લાદેશ સામે જીતવા માટે 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશે ટોસ જીતીને (Bangladesh won toss) ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવવામાં સફળ રહી હતી. આ વર્લ્ડ કપમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. ભારત માટે હાર્દિકે 27 બોલમાં 50 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબ અને રિશાદ હુસૈને બે-બે વિકેટ લીધી હતી.
𝘼 𝙘𝙡𝙞𝙣𝙞𝙘𝙖𝙡 𝙨𝙝𝙤𝙬 𝙞𝙣 𝘼𝙣𝙩𝙞𝙜𝙪𝙖 𝙛𝙧𝙤𝙢 #𝙏𝙚𝙖𝙢𝙄𝙣𝙙𝙞𝙖! 👏 👏
A 5⃣0⃣-run win over Bangladesh for @ImRo45 & Co as they seal their 2️⃣nd win on the bounce in Super Eight. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/QZIdeg3h22 #T20WorldCup | #INDvBAN pic.twitter.com/GJ4eZzDUaA — BCCI (@BCCI) June 22, 2024
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ કેપ્ટન રોહિત શર્મા આ ભાગીદારીને વધારે મોટી કરી શક્યો ન હતો અને શાકિબ અલ હસનના બોલ પર આઉટ થયો હતો. રોહિતની આ વિકેટ સાથે શાકિબ T20 વર્લ્ડ કપમાં 50 વિકેટ પૂરી કરનાર પ્રથમ બોલર બની ગયો છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીનું બેટ પણ આ મેચમાં બોલ્યું અને તેણે 24 બોલમાં 36 રન બનાવ્યા. હાર્દિક બાદ કોહલી ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી હતો, પરંતુ તે અડધી સદી ચૂકી ગયો હતો. શિવમ દુબેએ હાર્દિક પંડ્યાને સારો સાથ આપ્યો અને 24 બોલમાં 34 રનની ઇનિંગ રમી. એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ 200 રનનો સ્કોર પાર કરી જશે, પરંતુ બાંગ્લાદેશના બોલરો અમુક અંશે વાપસી કરવામાં સફળ રહ્યા હતા.
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવનઃ તન્ઝીદ હસન, લિટન દાસ(વિકેટકિપર), નજમુલ હુસૈન શાંતો(કેપ્ટન), તોહીદ હ્રિદોય, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, જેકર અલી, રિશાદ હુસૈન, મહેદી હસન, તનઝીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન
Contributing in all facets of the game 🏏
— ICC (@ICC) June 22, 2024
Hardik Pandya takes home the @Aramco POTM after his quickfire half-century and crucial wicket to break the opening stand 🏅#T20WorldCup #INDvBAN pic.twitter.com/mVEfCv5Z1A