ICC Ranking: ODI રેન્કિંગમાં કિંગ કોહલીનો મોટો કૂદકો, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં ફટકારી હતી ફિફ્ટી
ખાસ વાત છે કે, વિરાટ કોહલી થોડા સમય પહેલા ODI રેન્કિંગના ટોપ-10 ખેલાડીઓની યાદીમાંથી બહાર હતો. પરંતુ તે હવે પરત ફરતો હોય એવુ લાગી રહ્યું છે.
ICC ODI Ranking Virat Kohli: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ICC ODI રેન્કિંગમાં વધુ એક કૂદકો માર્યો છે. કોહલી ફરી એકવાર પોતાની જૂની સ્ટાઈલમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં રહ્યા બાદ હવે વાપસી કરી છે અને તેને ODI ફોર્મેટની રેન્કિંગ ઝમ્પ લગાવ્યો છે. તેને પોતાની છેલ્લી વનડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં રમી હતી. આ મેચમાં તેણે અડધી સદી (54) ફટકારી હતી. આ અડધી સદી સાથે તે ICC ODI રેન્કિંગમાં સાતમા નંબર પર આવી ગયો છે.
ખાસ વાત છે કે, વિરાટ કોહલી થોડા સમય પહેલા ODI રેન્કિંગના ટોપ-10 ખેલાડીઓની યાદીમાંથી બહાર હતો. પરંતુ તે હવે પરત ફરતો હોય એવુ લાગી રહ્યું છે. અત્યારે તેની ODI રેન્કિંગ 719 રેટિંગ સાથે 7માં નંબર પર છે. કોહલીએ રોહિત શર્માને પાછળ રાખ્યો છે. ભારતીય કેપ્ટન 707 રેટિંગ સાથે 8માં નંબર પર છે.
2023માં ફટકારી ચૂક્યો છે 2 વનડે સદી -
વિરાટ કોહલી માટે અત્યાર સુધીનું 2023નું વર્ષ સારું રહ્યું છે. તેણે આ વર્ષે કુલ 9 વનડે રમી છે, જેમાં તેને બેટિંગ દરમિયાન 53.37ની એવરેજ અને 116.03ના સ્ટ્રાઈક રેટથી 427 રન બનાવ્યા છે. આ મેચોમાં તેના 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે, આમાં તેનો હાઈ સ્કૉર અણનમ 166 રન હતો.
આ સમયે, કોહલીએ 2023માં અત્યાર સુધીમાં કુલ 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચોની 15 ઇનિંગ્સમાં તેણે 51.71ની એવરેજથી 724 રન બનાવ્યા છે. જેમાં તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેનો હાઈ સ્કોર 186 રન છે.
અત્યાર સુધી આવી રહી ઇન્ટરનેશનલ કેરિયર -
કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 108 ટેસ્ટ, 274 વનડે અને 115 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 28 સદી અને 28 અડધી સદીની મદદથી 8416 રન બનાવ્યા છે, જ્યારે વનડેમાં 46 સદી અને 65 અડધી સદીની મદદથી 12898 રન અને T20 ઈન્ટરનેશનલમાં 37 અડધી સદી અને 1 સદીની મદદથી 4008 રન બનાવ્યા છે.
'વિરાટ વનડે ફોર્મેટમાં બેસ્ટ છે, કોઈ નથી આસપાસ...',કોહલી પર એરોન ફિન્ચનું નિવેદન
Aaron Finch On Virat Kohli: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હાલમાં જ આ દિગ્ગજ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં એરોન ફિન્ચ કતારની રાજધાની દોહામાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. એરોન ફિન્ચ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્લ્ડ જોઈન્ટ્સનો ભાગ છે. જોકે, એરોન ફિન્ચે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે.
'વિરાટ કોહલીની ODIમાં કોઈ ખેલાડી સાથે સરખામણી ન થઈ શકે'
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું માનવું છે કે વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં વિરાટ કોહલીની આસપાસ કોઈ નથી. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીની સરખામણી અન્ય કોઈ ખેલાડી સાથે થઈ શકે નહીં કારણ કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અલગ સ્તર પર છે. એરોન ફિન્ચે કહ્યું કે વિરાટ કોહલી જે રીતે ODI ફોર્મેટમાં બેટિંગ કરી રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી કે તે ODI ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે.
ODI ફોર્મેટમાં વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે
બીજી તરફ વિરાટ કોહલીના આંકડા પર નજર કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધીમાં 272 વનડે રમી છે. વિરાટ કોહલીએ વનડે ફોર્મેટમાં 12813 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીની એવરેજ 57.46 છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ODI ફોર્મેટમાં 93.7 સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ સિવાય વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીના નામે 46 સદી નોંધાયેલી છે. જ્યારે આ ખેલાડીએ ODI ફોર્મેટમાં 64 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.