શોધખોળ કરો

Ind vs Aus 3rd ODI: આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે, આ ખેલાડીઓને પ્લેઇંગ-11માં કરાશે બહાર

ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના કોમ્બિનેશન પર પણ ચાહકોની નજર રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચ (બુધવાર) ના રોજ ચેન્નઈમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ત્રીજી મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે અને વિજેતા ટીમ વનડે શ્રેણી પર કબ્જો કરી લેશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.

શું સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ-11માંથી બહાર થશે?

ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના કોમ્બિનેશન પર પણ ચાહકોની નજર રહેશે. પ્રથમ બે મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની સામે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખાસ કમાલ બતાવી શક્યો નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું અને તે બંને મેચમાં પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમારને ત્રીજી વનડેમાં તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. જોકે રોહિત શર્માએ સંકેત આપ્યા છે કે સૂર્યકુમારને વધુ તક આપવામાં આવશે.

રોહિતે બીજી વનડે બાદ કહ્યું હતું કે, 'અમને શ્રેયસ ઐય્યરની વાપસી વિશે ખબર નથી. શ્રેયસની જગ્યા ખાલી છે તેથી અમે સૂર્યાને જ મેદાનમાં ઉતારીશું. મેં ઘણી વખત કહ્યું છે કે જેની પાસે ક્ષમતા છે તેમને તક મળશે. સૂર્યા જાણે છે કે તેણે વનડેમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. સક્ષમ ખેલાડીઓએ ક્યારેય એવું ન અનુભવવું જોઈએ કે તેમને પૂરતી તકો આપવામાં આવી નથી. છેલ્લી બે મેચમાં તે વહેલો આઉટ થયો હતો પરંતુ તેણે સતત સાત આઠ કે દસ મેચો આપવી પડશે જેથી તે વધુ આરામદાયક બને.

ચેન્નઈની પીચ પણ ઝડપી બોલરોને મદદ કરશે

ચેપોકની પીચ સામાન્ય રીતે ધીમી હોય છે. મેચના દિવસે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ઈનિંગની શરૂઆતમાં ઝડપી બોલરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. છેલ્લી વખત જ્યારે ભારત અહીં રમ્યું હતું ત્યારે પીચ ઝડપી બોલરોને મદદ કરતી હતી. જોકે વેસ્ટ ઈન્ડિઝની ટીમે તે મેચમાં માત્ર બે વિકેટ ગુમાવીને 288 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ વખતે પણ ફ્રેન્ડલી બોલિંગ પીચને કારણે ભારતીય બેટ્સમેનોએ પ્રથમ 10 ઓવરમાં ખાસ કરીને સ્ટાર્ક સામે ખૂબ જ સાવધાનીથી રમવું પડશે.

આ ખેલાડીઓ પ્લેઈંગ-11માંથી બહાર થઈ શકે છે

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં આક્રમક વ્યૂહરચના અપનાવીને ત્રણ નિષ્ણાત ઝડપી બોલરો સાથે ઉતરી શકે છે. આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુર અથવા ઉમરાન મલિકને રમવાની તક મળી શકે છે. ઉમરાન મલિકને રમવાની વધુ તક મળી રહી છે કારણ કે તેની પાસે ઝડપ છે જે આ પીચ પર અસરકારક સાબિત થઈ શકે છે.

ઉમરાન કે શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમા સામેલ કરવામાં આવે તો અક્ષર પટેલને બહાર બેસવુ પડી શકે છે. આ સાથે ભારતીય ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ-11માં સામેલ કરી શકે છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Amreli Rain: ભારે વરસાદને લઈ અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ, વડેરા-નાના ભંડારીયામાં બારે મેઘ ખાંગા
Amreli Rain: ભારે વરસાદને લઈ અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ, વડેરા-નાના ભંડારીયામાં બારે મેઘ ખાંગા
RCB vs SRH Live Score: હૈદરાબાદે સતત બે વિકેટ ગુમાવી, અભિષેક શર્મા પછી ટ્રેવિસ હેડ આઉટ
RCB vs SRH Live Score: હૈદરાબાદે સતત બે વિકેટ ગુમાવી, અભિષેક શર્મા પછી ટ્રેવિસ હેડ આઉટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; કેશોદથી અમરેલી સુધી જળબંબાકાર, ખેડૂતો ચિંતિત
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; કેશોદથી અમરેલી સુધી જળબંબાકાર, ખેડૂતો ચિંતિત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રેવન્યુ તલાટી વર્ગ-3 ની ૨૩૮૯ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, નવા નિયમો પણ કર્યા જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રેવન્યુ તલાટી વર્ગ-3 ની ૨૩૮૯ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, નવા નિયમો પણ કર્યા જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સરપંચનું સુરાતન કોના માટે?Hun To Bolish: હું તો બોલીશ : જીવલેણ અસ્પૃશ્યતાRaghavji Patel : માવઠાથી થયેલા નુકસાનના સર્વેને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદનGujarat Cyclone Threat : ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો? શું કહે છે નિષ્ણાંત?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: ભારે વરસાદને લઈ અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ, વડેરા-નાના ભંડારીયામાં બારે મેઘ ખાંગા
Amreli Rain: ભારે વરસાદને લઈ અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ, વડેરા-નાના ભંડારીયામાં બારે મેઘ ખાંગા
RCB vs SRH Live Score: હૈદરાબાદે સતત બે વિકેટ ગુમાવી, અભિષેક શર્મા પછી ટ્રેવિસ હેડ આઉટ
RCB vs SRH Live Score: હૈદરાબાદે સતત બે વિકેટ ગુમાવી, અભિષેક શર્મા પછી ટ્રેવિસ હેડ આઉટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; કેશોદથી અમરેલી સુધી જળબંબાકાર, ખેડૂતો ચિંતિત
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; કેશોદથી અમરેલી સુધી જળબંબાકાર, ખેડૂતો ચિંતિત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રેવન્યુ તલાટી વર્ગ-3 ની ૨૩૮૯ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, નવા નિયમો પણ કર્યા જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રેવન્યુ તલાટી વર્ગ-3 ની ૨૩૮૯ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, નવા નિયમો પણ કર્યા જાહેર
Amreli Rain: અમરેલી શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલી શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુરમાં બે ગંભીર ફરિયાદ: SP અને જયરાજસિંહ પર પિયુષ રાદડિયાનો ષડયંત્રનો આરોપ
યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુરમાં બે ગંભીર ફરિયાદ: SP અને જયરાજસિંહ પર પિયુષ રાદડિયાનો ષડયંત્રનો આરોપ
મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, દિલ્હીમાં પવન સાથે વાવાઝોડાની ચેતવણી, જુઓ હવામાનનું અપડેટ  
મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, દિલ્હીમાં પવન સાથે વાવાઝોડાની ચેતવણી, જુઓ હવામાનનું અપડેટ  
વાવાઝોડાએ આ શહેરને ધમરોળ્યું: શહેરમાં તબાહીનો નજારો, ૧૦૦ થી વધુ વૃક્ષો અને ૫૦ વીજપોલ ધરાશાયી
વાવાઝોડાએ આ શહેરને ધમરોળ્યું: શહેરમાં તબાહીનો નજારો, ૧૦૦ થી વધુ વૃક્ષો અને ૫૦ વીજપોલ ધરાશાયી
Embed widget