શોધખોળ કરો

IND vs NZ: 3 વર્ષ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ વન ડેમાં ન્યુઝીલેન્ડને આપી હાર, આ ખેલાડી રહ્યા જીતના હીરો

IND vs NZ: ટીમ ઈન્ડિયા તરફથી ગિલે 208 રનની અને ન્યુઝીલેન્ડ તરફથી બ્રેસવેલે 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી.

IND vs NZ: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા. ઓપનર શુબમન ગિલે 208 રનની ઈનિંગ રમી હતી. તેણે 149 બોલની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા.

ગિલ સિવાય અન્ય બેટ્સમેનો નિષ્ફળ

ગિલ સિવાય ભારતના અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. કોઈ બેટ્સમેને 35 રનને પાર થઈ શક્યું નહોતું. રોહિત શર્માં 38 બોલમાં 34 રન, વિરાટ કોહલી 10 બોલમાં 8 રન, ઈશાન કિશન 14 બોલમાં 5 રન અને સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 31 રન, હાર્દિક પંડ્યા 38 બોલમાં 28 રન બનાવી આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી શિપ્લેએ 74 રનમાં 2, ડેરિલ મિચેલે 30 રનમાં 2, લોકી ફર્ગ્યુસને 77 રનમાં 1, ટિકનરે 69 રનમાં 1 અને સેન્ટરને 56 રનમાં 1 વિકેટ લીધી હતી.

બ્રસવેલે છેક સુધી ભારતીયોના શ્વાસ કર્યા અદ્ધર

ભારતે મેચ જીતવા આપેલા 350ના ટાર્ગેટનો પીછો કરતી વખતે ન્યુઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતનો 12 રને રોમાંચક વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી બ્રેસલવેલે 78 બોલમાં 140 રન અને સેન્ટરનરે 45 બોલમાં 57 રન બનાવ્યા હતા. બંનેએ સાતમી વિકેટ માટે 162 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ કરી હતી. ભારત તરથી મોહમ્મદ સિરાજે 46 રનમાં 4 વિકેટ, શમીએ 69 રનમાં 1 વિકેટ, હાર્દિક પંડ્યાએ 70 રનમાં 1 વિકેટ, કુલદીપ યાદવે 43 રનમાં 2 વિકેટ તથા શાર્દુલ ઠાકુરે 54 રનમાં બે વિકેટ લીધી હતી.

ભારતની જીતના આ રહ્યા હીરો

  • ગિલઃ ઓપનર શુબમન ગિલે 208 રનની ઈનિંગ રમી હતી. તેણે 149 બોલની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા. તેણે 49 ઓવરમાં પાચ છગ્ગા મારીને ભારતને 349 રન સુધી પહોંચવામાં મદદ કરી હતી.
  • મોહમ્મદ સિરાજઃ સિરાજે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં 46 રનમાં 4 વિકેટ લીધી હતી. જેમાં મિચેલ સેન્ટરની વિકેટ ટર્નિંગ પોઈન્ટ હતી.
  • શાર્દુલ ઠાકુરઃ ન્યુઝીલેન્ડને જીતવા અંતિમ ઓવરમાં 20 રનની જરૂર હતી. ઠાકુરના પહેલા બોલ પર બ્રેસવેલે સિક્સ ફટકારી હતી. જે બાદ વાઇડ નાંખ્યો હતો અને પછીના બોલ પર વિકેટ મળતાં ભારતનો વિજય થયો હતો. તેણે મેચમાં 2 વિકેટ લીધી.
  • કુલદીપ યાદવઃ કુલદીપ યાદવે હેનરી નિકોલસ અને ડેરિલ મેચિલેની કિંમતી વિકેટ ઝડપીને પ્રવાસી ટીમ પર દબાણ વધાર્યું હતું.

ભારતે આ વાત રાખવી પડશે ધ્યાનમાં

ભારત માટે દર વખતની જેમ આ મેચમાં પણ લોઅર ઓર્ડર મુશ્કેલીનું કારણ બન્યો.  131 રનમાં ન્યુઝીલેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવી ત્યારે ભારતની એક તરફ જીત થશે તેમ લાગતું હતું. પરંતુ તે બાદ બ્રેસલેવ (140 રન) અને સેન્ટનર (57 રન)ની જોડીએ 161 રનની પાર્ટનરશિપ કરીને ભારત પર દબાણ સર્જ્યું. સેન્ટનર આઉટ થયા બાદ બ્રેસવેલે બાજી સંભાળી અને છેલ્લી ઓવર સુધી મેચ લઈ ગયો. ભૂતકાળમાં ભારત માટે લોઅર અને ટેલેન્ડર બેટર પરેશાની બન્યા છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યા ચાલતી આવે છે. ભારતે વર્લ્ડકપ પહેલા આ ખામી સુધારવી પડશે.

ભારતની પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચોઃ

Gill Double Century: શુભમન ગિલે કોની ઓવરમાં સળંગ 5 સિક્સર ફટકારીને પૂરી કરી ડબલ સેન્ચુરી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget