IND vs PAK Score : મહામુકાબલામાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત, કોહલીની અણનમ સદી
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે દુબઈમાં મેચ રમાશે. આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈ વોલ્ટેજ મેચ હશે.
LIVE

Background
IND vs PAK : ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. ભારત તરફથી વિરાટ કોહલી 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરીને 241 રન જ બનાવી શકી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 42.3 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો.
IND vs PAK Live Score: શ્રેયર અય્યર 56 રન બનાવી આઉટ
ભારતની ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર 56 રન બનાવી આઉટ થયો છે. હાલમાં વિરાટ કોહલી 85 રન બનાવી રમતમા છે. ભારતને હવે જીતવા માટે માત્ર 28 રનની જરુર છે.
IND vs PAK Live Score: ભારતનો સ્કોર 185/2
ભારતનો સ્કોર બે વિકેટે 185 રન પર પહોંચી ગયો છે. હવે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 90 બોલમાં 57 રન બનાવવાના છે. વિરાટ કોહલી 84 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 69 રન બનાવીને રમતમાં છે. શ્રેયસ અય્યર 53 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે.
IND vs PAK Score Live Updates: શ્રેયસ અય્યરનો કેચ છૂટ્યો
ખુશદિલ શાહે ફેંકેલી 30મી ઓવરમાં ભારતીય ટીમે 10 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે આ ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ સઈદ શકીલે ઓવરના છેલ્લા બોલ પર અય્યરનો આસાન કેચ છોડ્યો હતો. અય્યર હાલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.
IND vs PAK Live Score: ભારતનો સ્કોર 123/2
23 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 123 રન છે. વિરાટ કોહલી 53 બોલમાં 44 રન બનાવીને રમતમાં છે. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. શ્રેયસ અય્યર 18 બોલમાં એક ચોગ્ગા સાથે 10 રન બનાવી રહ્યો છે. ભારતે હવે જીતવા માટે વધુ 119 રન બનાવવાના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
