શોધખોળ કરો
IND Vs ENG: ચોથી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો, વધુ એક ખેલાડી સ્વદેશ પરત ફર્યો
India vs England 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Photo- ECB
IND Vs ENG: ભારત સામે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ 2-1થી પાછળ છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટથી હાર બાદ ઈંગ્લેન્ડની ચાલુ વર્ષે રમાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા પણ ખતમ થઈ ગઈ છે. આ દરમિયાન અંતિમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ એકપણ મેચ રમ્યા વગર ઈંગ્લેન્ડ પરત ફર્યો છે.
ક્રિસ વોક્સ ઇસીબીની રોટેશન પોલિસી હેઠળ એક પણ મેચ રમ્યા વિના ભારતના ટેસ્ટ પ્રવાસેથી પરત ફર્યો છે. વોક્સ દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારતના પ્રવાસમાં ટેસ્ટ ટીમનો હિસ્સો હતો, પરંતુ તેને એક પણ મેચમાં મેદાનમાં ઉતાર્યો ન હતો. તેણે અંતિમ વન ડે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે વોક્સ સ્વદેશ પરત ફરવાની પુષ્ટિ કરી છે.
ભારત સામે કારી હાર બાદ કેવિન પીટરસન અને ઈયાન બેલ સહિત અનેક પૂર્વ ખેલાડીએ ઈંગ્લેન્ડની ટીમની રોટેશન પોલિસીની ટિકા કરી છે. જે અંતર્ગત બટલર અને મોઇન અલી પ્રથમ બે ટેસ્ટ બાદ પરત ફર્યા હતા. જોની બેયરસ્ટો અને માર્ક વુડ પ્રથમ બે ટેસ્ટ રમી શકયા નહોતા.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત મેચ જીતે કે ડ્રો કરશે તો પણ આઈસીસી વર્લ્ડ ચેમ્પિનશીપની ફાઈનલમાં પહોંચી જશે.
ભારતના પ્રથમ રમકડા મેળાનું પીએમ મોદીએ કર્યુ ઉદ્ઘાટન, કહી આ મોટી વાત
Magh Purnima 2021: આજે છે આ વિશેષ પર્વ, સુખ શાંતિ માટે નદીમાં સ્નાન કરવાથી ધોવાઇ જાય છે તમામ પાપ
1 માર્ચથી દૂધના ભાવ ડબલ થઈ જશે ? જાણો ટ્વીટર પર શું થઈ રહ્યું છે ટ્રેન્ડ
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement