શોધખોળ કરો

IND vs WI, 2nd Test: કોહલીએ બ્રેડમેનના રેકોર્ડની કરી બરાબરી, વેસ્ટ ઈન્ડિઝની પણ મજબૂત શરૂઆત, આવો રહ્યો બીજો દિવસ

બીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 438 રન પર સમાપ્ત થયો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને 86 રન હતો.

India vs West Indies 2nd Test Day 2 Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 438 રન પર સમાપ્ત થયો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને 86 રન હતો.

કેરેબિયન કેપ્ટન ક્રેગ બ્રેથવેટ 37 અને ક્રિક મેકેન્ઝી 14 રને સ્ટમ્પ પર અણનમ પરત ફર્યા હતા. બ્રેથવેટે અત્યાર સુધીમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે જ્યારે મેકેન્ઝીએ એક ફોર અને એક સિક્સર ફટકારી છે તેજનારાયણ ચંદ્રપોલ ચાર ચોગ્ગાની મદદથી 33 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનમાં મોકલ્યો હતો.

કોહલીએ 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી, બ્રેડમેનના રેકોર્ડની કરી બરાબરી

આ પહેલા, તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવતા, વિરાટ કોહલીએ તેની 29મી ટેસ્ટ સદી ફટકારી, ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે તેની પ્રથમ ઇનિંગમાં 128 ઓવરમાં 438 રન બનાવવામાં મદદ કરી. આ સાથે કોહલીએ ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેન ગણાતા સર ડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીની બરાબરી કરી લીધી.

છેલ્લી ટેસ્ટમાં સદી ચૂકી ગયેલા કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા હતા. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી દરમિયાન (ટેસ્ટ, ODI અને T20 સહિત), તેણે રવિન્દ્ર જાડેજા (61) સાથે પાંચમી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરીને ભારત માટે મજબૂત પુનરાગમન કર્યું. કોહલી રન આઉટ થયો હતો જ્યારે જાડેજા કેમાર રોચની બોલ પર જોશુઆ ડા સિલ્વાના હાથે કેચ આઉટ થયો હતો.

અશ્વિને પણ ફટકારી ફિફ્ટી

લંચ બાદ રવિચંદ્રન અશ્વિને (56) અડધી સદી ફટકારી અને નીચલા ક્રમના બેટ્સમેનો સાથે શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 438 રન સુધી પહોંચાડ્યો. તે આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. તે આઉટ થતાની સાથે જ અમ્પાયરે ચા બ્રેકની જાહેરાત કરી. તેણે ઈશાન કિશન (25) સાથે સાતમી વિકેટ માટે 33 રન અને જયદેવ ઉનડકટ (07) સાથે આઠમી વિકેટ માટે 23 રનની ભાગીદારી કરીને ટીમને 400 રનની પાર પહોંચાડી હતી. અશ્વિને 78 બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ માટે રોચે 104 અને જોમેલ વોરિકને 89 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 57 રન આપ્યા હતા જ્યારે શેનન ગેબ્રિયલને એક વિકેટ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
New Year 2025: ન્યૂ યર પાર્ટી માટે ગોવા નહીં પણ આ ટૂરિસ્ટ પ્લેસ બન્યું લોકોની પહેલી પસંદ, જાણીલો કારણ
New Year 2025: ન્યૂ યર પાર્ટી માટે ગોવા નહીં પણ આ ટૂરિસ્ટ પ્લેસ બન્યું લોકોની પહેલી પસંદ, જાણીલો કારણ
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Embed widget