IPL 2023 Opening Ceremony Live: ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટીયાએ કર્યો શાનદાર ડાન્સ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 શુક્રવારથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
LIVE

Background
IPL 2023 Opening Ceremony Live: હાર્દિક પંડ્યાની ખાસ એન્ટ્રી
હાર્દિક પંડ્યાને પણ સ્ટેજ પર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેણે ખૂબ જ ખાસ રીતે એન્ટ્રી કરી, પંડ્યા નાનકડી કારમાં ઊભો રહ્યો. તેના હાથમાં IPL ટ્રોફી પણ હતી. તેણે બધા સાથે હાથ મિલાવ્યો હતો.
IPL 2023 Opening Ceremony Live: સ્ટેજ પર પહોંચ્યો ધોની
બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, સચિવ જય શાહ અને આઈપીએલના અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલને મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા.
IPL 2023 Opening Ceremony Live: તમન્ના રશ્મિકાએ શાનદાર ડાન્સથી દિલ જીત્યું
સાઉથ સ્ટાર્સ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્નાનું ડાન્સ પરફોર્મન્સ પૂરું થઈ ગયું છે. રશ્મિકાએ શાનદાર ડાન્સ કર્યો. ચાહકો પણ તેના ડાન્સ પર ફિદા થઈ ગયા હતા.રશ્મિકાએ નાટૂ નાટૂ પર ડાન્સ કર્યો
IPL 2023 Opening Ceremony Live: તમન્ના ભાટીયાએ કર્યો શાનદાર ડાન્સ
અરિજિત સિંહના શાનદાર પર્ફોર્મન્સ બાદ હવે તમન્ના ભાટિયા સ્ટેજ પર આવી છે. તે સાઉથના ગીતોની સાથે બોલિવૂડના ગીતો પર પણ ડાન્સ કરી રહી છે. તેણે 'તુને મારી એન્ટ્રી' ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
IPL 2023 Opening Ceremony Live: હાર્દિક પંડ્યા અરિજિતના પરફોર્મન્સનો આનંદ માણતો જોવા મળ્યો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
