શોધખોળ કરો

IPL Auction 2022: અંડર-19 વર્લ્ડકપમાં ધમાલ મચાવનારા આ ખેલાડી બન્યા કરોડપતિ, જાણો વિગત

IPL Mega Auction 2022: હરાજીમાં અનેક ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો. આ વખતે યુવા ખેલાડીઓ પર તમામની નજર ટકેલી હતી.

IPL Auctions 2022 Update: આઈપીએલ 2022 હરાજીમાં અંડર-19 વર્લ્ડકપ ટીમના ખેલાડીઓ પર પણ નજર હતી. યુવા ખેલાડી રાજ બાવાની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી અને પંજાબ કિંગ્સે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. રાજવર્ધન હૈંગરકરની 30 લાખ બેસ પ્રાઇસ હતી અને ચેન્નઈ સુપર કિંગ્સે તેને 1.5 કરોડમાં ખરીદ્યો. જ્યારે કેપ્ટન યશ ધૂલેને માત્ર 50 લાખ રૂપિયા મળ્યા અને દિલ્હી કેપિટલ્સે તેને ખરીદ્યો હતો.

હરાજીમાં ચોંકાવનારી વાત

હરાજીમાં એક ચોંકાવનારી વાત પણ જોવા મળી. ઘણા અનકેપ્ટ ખેલાડીઓ પર ટીમોએ કરોડો રૂપિયા વરસાવ્યા તો અનેક દિગ્ગજ ખેલાડીઓને ઘણી ઓછી રકમ મળી તો અનેક જાણીતા ખેલાડીઓને ટીમમાં લેવા કોઈએ રસ પણ ન દર્શાવ્યો. પ્રથમ દિવસે તમામ ટીમો હરાજીમાં ઘણા રૂપિયા ખર્ચતી નજરે પડી હતી તો બીજા દિવસે બજેટ મુજબ ખર્ચ કરતી જોવા મળી.

આ રહ્યા આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓ

ઈશાન કિશનઃ મુંબઈ ઈન્ડિયન્સનો આ બેટ્સમેન આઈપીએલ હરાજીમાં અત્યાર સુધીનો સૌથી બીજો મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. આઈપીએલ 2022માં મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડમાં ખરીદ્યો છે.  આઈપીએલના ઇતિહાસમાં યુવરાજ સિંહ સૌથી મોંઘો ભારતીય ખેલાડી છે.

દીપક ચહરઃ ગત સીઝનમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં દીપક ચહરને આ વખતે સીએસકેએ 14 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. તે આઈપીએલ 2022નો બીજો સૌથી મોંઘો ખેલાડી છે.

શ્રેયસ અય્યરઃ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રીજી વન ડેમાં 80 રનની ઈનિંગ રમનાર શ્રેયસ અય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સે 12.25 કરોડમાં ખરીદ્યો છે. તે હરાજીમાં મોંઘો વેચાયેલો ત્રીજો ખેલાડી છે.

લિયામ લિવિંગસ્ટોનઃ આઈપીએલ હરાજીના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. તે આઈપીએલ હરાજીમાં સૌથી મોંઘો ચોથો ખેલાડી છે. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.

શાર્દુલ ઠાકુરઃ લોર્ડ શાર્દુલના નામે ઓળખાતો આ ઓલરાઉન્ડર ગત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો હતો. આ વખતે તેને દિલ્હી કેપિટલ્સે 10.75 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. તે બોલિંગની સાથે શાનદાર બેટિંગ પણ કરે છે. શાર્દુલ આઈપીએલનો સૌથી મોંઘો પાંચમો ખેલાડી છે.

હર્ષલ પટેલઃ સાણંદના હર્ષલ પટેલને ટીમમાં લેવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 10.75 કરોડ ખર્ચ્યા હતા. આઈપીએલ 2021માં પણ તે આરસીબી તરફથી રમ્યો હતો. ગત સીઝનમાં તેણે હેટ્રિક લીધી હતી અને સૌથી વધારે વિકેટ લેનારો બોલર બન્યો હતો. આઈપીએલ 2022માં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીમાં તે છઠ્ઠા ક્રમે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Embed widget