શોધખોળ કરો

IPL 2024 ફાઈનલમાં હૈદરાબાદને હરાવી કોલકાતા ત્રીજી વખત બન્યું ચેમ્પિયન,વેંકટેશ અય્યરની ફિફ્ટી

How to Clean Bathroom: જો તમે અઠવાડિયામાં ઘણી વખત બાથરૂમ સાફ કરો છો તો પણ તે ચમકતું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આ ટિપ્સ તમારા કામને સરળ બનાવી શકે છે.

KKR vs SRH Full Highlights: IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે KKRએ ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો. ટાઈટલ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે કેકેઆરના બોલરોએ તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો અને હૈદરાબાદની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 11મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. KKR માટે વેંકટેશ અય્યરે માત્ર 26 બોલમાં 52 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણા હીરો હતા. રસેલે 3 વિકેટ લીધી હતી. જ્યારે સ્ટાર્ક અને રાણાને બે-બે સફળતા મળી હતી.

114 રનના ખૂબ જ નાના ટાર્ગેટનો બચાવ કરવા ઉતરેલી KKRની શરૂઆત સારી રહી ન હતી કારણ કે સુનીલ નરેન તેની ઇનિંગના પ્રથમ બોલ પર સિક્સર ફટકાર્યા બાદ બીજા બોલ પર આઉટ થયો હતો. કોલકાતા સામેની મેચમાં નરેનનું બેટ ફરી એકવાર શાંત રહ્યું હતું. તે પછી રહેમાનુલ્લાહ ગુરબાઝ એક છેડેથી મક્કમ રહ્યો અને બીજી તરફ વેંકટેશ અય્યરે તોફાની શૈલીમાં બેટિંગ કરી. ગુરબાઝ અને અય્યરની જોડીએ પાવરપ્લે ઓવરોમાં જ ટીમનો સ્કોર એક વિકેટે 72 રન સુધી પહોંચાડ્યો હતો. તે સતત ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવતો રહ્યો, જ્યારે હૈદરાબાદના બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. ગુરબાઝ 9મી ઓવરમાં 32 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ સ્કોરબોર્ડ પર એટલા રન નોંધાયા હતા કે કેકેઆરની જીત નિશ્ચિત હતી. આખરે, 11મી ઓવરમાં ત્રણ સિંગલ્સ લઈને, KKRના બેટ્સમેનોએ 8 વિકેટથી તેમનો વિજય સુનિશ્ચિત કર્યો અને ટ્રોફી જીતી લીધી.

શાહરૂખ અને ગૌરીના રિએક્શન
શાહરૂખ ખાન IPL 2024માં KKRના સમર્થનમાં પર્પલ ટી-શર્ટ પહેરીને ઘણી વખત આવ્યો હતો. તેણે ફાઈનલ મેચમાં પણ આ જ ટી-શર્ટ પહેરી હતી. બીજી તરફ તેની પત્ની ગૌરી ખાન કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા KKR જર્સી પહેરી રહી છે. બંનેનો સાથે બેઠેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે તેની દીકરી સુહાના ખાન પણ ફાઈનલ મેચ જોવા માટે ચેન્નાઈ પહોંચી ગઈ છે. આ દરમિયાન શાહરૂખ અને ગૌરી SRH બેટ્સમેનોની વિકેટ પડવાની મજા લેતા જોવા મળ્યા હતા.

ફાઈનલ જોવા માટે ઘણી સેલિબ્રિટીઓ આવી છે
IPL 2024ની ફાઈનલ મેચ જોવા માટે માત્ર શાહરૂખ ખાનનો પરિવાર જ નહીં પરંતુ બોલિવૂડની ઘણી હસ્તીઓ આવી છે. KKRની સહમાલિક જુહી ચાવલા પણ મેદાનમાં તાળીઓ પાડતી જોવા મળી હતી. તેમના સિવાય, રાજકુમાર રાવ પીળા શર્ટમાં કહેર વર્તાવી રહ્યો છે, જે જ્હાન્વી કપૂર સાથે ફાઇનલ મેચનો આનંદ માણતો જોવા મળ્યો હતો. SRH બેટ્સમેનની વિકેટ પડી જતાં રાજકુમાર અને જ્હાન્વી આનંદમાં જોવા મળ્યા હતા. અનન્યા પાંડે ઉપરાંત સંજય કપૂર પણ KKR કેમ્પને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Embed widget