LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સએ હૈદરાબાદને આપ્યો 166 રનનો ટાર્ગેટ, પૂરન-બદોની છવાયા
LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. તેમની ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 165 રન જ બનાવી શકી છે. શરૂઆતની ઓવરોમાં ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગે LSGને બેકફૂટ પર ધકેલી દીધી હતી.
LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. તેમની ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 165 રન જ બનાવી શકી છે. શરૂઆતની ઓવરોમાં ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગે LSGને બેકફૂટ પર ધકેલી દીધી હતી. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યા વચ્ચે 36 રનની નાની પરંતુ મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી અને આ ભાગીદારીએ લખનૌને મેચમાં વાપસી કરવામાં ઘણી મદદ કરી હતી. એલએસજી તરફથી સૌથી વધુ રન આયુષ બદોનીએ બનાવ્યા હતા, જેણે 30 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ રમી હતી. નિકોલસ પુરને પણ 26 બોલમાં 48 રનની મહત્વની ઈનિંગ રમીને લખનૌના સ્કોરને 160ની પાર લઈ ગયો હતો.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 8, 2024
A crucial 5️⃣th wicket partnership help #LSG set a target of 1️⃣6️⃣6️⃣ 🎯
Will it be enough for the home side? 🤔
An important second innings next ⌛️
Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/z6ItYC48pd
LSG પાવરપ્લે ઓવરોમાં સંઘર્ષ કરતી દેખાઈ, કારણ કે ટીમ 2 વિકેટના નુકસાન પર માત્ર 27 રન જ બનાવી શકી હતી. ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે લખનૌના બેટ્સમેનો પ્રથમ 10 ઓવરમાં માત્ર 57 રન જ બનાવી શક્યા હતા. 6 કરતા ઓછો રન રેટ જોઈને એવું લાગતું હતું કે LSG કદાચ 130 રનનો આંકડો પણ પાર કરી શકશે નહીં. કેએલ રાહુલ 10મી ઓવરમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. માત્ર 8 બોલ બાદ કૃણાલ પંડ્યા પણ 24 રનના સ્કોર પર આઉટ થયો હતો. પરંતુ અહીંથી લખનૌની ઇનિંગ્સ બદલાવાની હતી. નિકોલસ પુરન અને આયુષ બદોની વચ્ચે 99 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. 15 ઓવરમાં ટીમે 4 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા. છેલ્લી 5 ઓવરમાં 63 રન આવ્યા, જેના કારણે લખનૌ 165 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. હવે હૈદરાબાદે જીતવા માટે 166 રન બનાવવા પડશે.
નિકોલસ પુરન અને આયુષ બદોનીએ બાજી સંભાળી
એક સમયે ટીમ 120 કે 130 રનના સ્કોર પર સિમિત થવાની સંભાવના હતી. રનની ગતિ ઘણી ધીમી થઈ ગઈ હતી. 12મી ઓવરમાં કૃણાલ પંડ્યાની વિકેટ પડી ત્યાં સુધી ટીમ 4 વિકેટે 66 રન જ બનાવી શકી હતી. પૂરન અને બદોનીએ ખાસ કરીને છેલ્લી 5 ઓવરમાં હૈદરાબાદના બોલરોને પછાડ્યા હતા. પુરન અને બદોનીએ છેલ્લી 5 ઓવરમાં 63 રન બનાવ્યા અને 99 રનની ભાગીદારી કરીને લખનૌને ઓછા સ્કોર સુધી પહોંચતું બચાવ્યું.