(Source: ECI/ABP News/ABP Majha)
BCCI President: સૌરવ ગાંગુલી નહીં હવે આ ખેલાડી બનશે BCCIનો આગામી અધ્યક્ષ, જાણો સમગ્ર માહિતી
BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. નવા બોર્ડ પ્રેસિડેન્ટને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે અને વર્તમાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની વિદાઈ થઈ હોઈ શકે છે.
BCCI President Election: BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. નવા બોર્ડ પ્રેસિડેન્ટને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે અને વર્તમાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની વિદાઈ થઈ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલી 18 ઓક્ટોબરે યોજાનારી BCCIની ચૂંટણીમાં ભાગ નહીં લે. કારણ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ પદ માટે તેમનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. ગાંગુલી ICC અધ્યક્ષ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. ICCના અધ્યક્ષ પદ માટે પણ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.
Former India cricketer Roger Binny frontrunner to replace Sourav Ganguly as next BCCI President, official decision to be taken soon: Sources
(file photos) pic.twitter.com/iOE52UYxCt— ANI (@ANI) October 7, 2022
ગાંગુલીના સ્થાને BCCIના નવા અધ્યક્ષ કોણ હશે
સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના આગામી અધ્યક્ષ કોણ બનશે, આ આ સમયનો સૌથી મોટો પ્રશ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલીના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્નીને BCCIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. બિન્નીનું નામ ફેવરિટની યાદીમાં સૌથી ઉપર જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ગુરુવારે BCCIના ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંગુલીને આગામી ચૂંટણી નહીં લડે.
આગામી બોર્ડ પ્રમુખને લઈને આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગાંગુલી પોતે પણ સામેલ થયા હતા. તેમની સાથે બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ટ્રેઝરર અરુણ ધૂમલ અને પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ એન શ્રીનિવાસન પણ આ બેઠકમાં હતા.
જય શાહ સચિવ તરીકે ચાલુ રહેશે
ગાંગુલીના જવાની સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહ પણ વિદાય લઈ શકે છે. પરંતુ હાલના અહેવાલો જોતા એવું લાગે છે કે જય શાહ ચાલુ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલી ફરી ચૂંટણી નહીં લડે, પરંતુ જય શાહ ફરીથી બોર્ડના સેક્રેટરી પદ માટે ચૂંટણીમાં ભાગ લેશે.
શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારીને ખાસ સિદ્ધિ મેળવી
ભારતને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની પ્રથમ મેચમાં 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 240 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. આ અડધી સદીના કારણે તેણે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી. અય્યર વર્ષ 2022માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
વર્ષ 2022માં અત્યાર સુધીની સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે પાકિસ્તાનના બાબર આઝમ પ્રથમ સ્થાને છે. તેણે 17 અડધી સદી ફટકારી છે. આ મામલામાં બાંગ્લાદેશના લિટન દાસ બીજા સ્થાને છે. તેણે 13 અર્ધસદી ફટકારી છે. આ પછી મોહમ્મદ રિઝવાન ત્રીજા સ્થાને છે. તેણે 10 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં ઐય્યર પણ જોડાયા છે. તે રિઝવાન સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. આ બંને બેટ્સમેનોએ અત્યાર સુધીમાં 10-10 અડધી સદી ફટકારી છે.
તમને જણાવી દઈએ કે ડેવિડ મિલરે લખનઉ વનડેમાં દક્ષિણ આફ્રિકા માટે અણનમ 75 રન બનાવ્યા હતા. જ્યારે ક્લાસને અણનમ 74 રન બનાવ્યા હતા. આ રીતે ટીમે પ્રથમ બેટિંગ કરતા 249 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 240 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન અય્યરે 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા. સંજુ સેમસને અણનમ 86 રન બનાવ્યા હતા. સેમસને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
દક્ષિણ આફ્રિકાના 249 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શિખર ધવન (4 રન) અને શુભમન ગિલ (3 રન) સસ્તામાં આઉટ થયા હતા. આ સિવાય ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ કંઈ ખાસ કરી શક્યા નથી. જોકે, શ્રેયસ અય્યર અને સંજુ સેમસને શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ ભારતીય ટીમને જીત અપાવી શક્યા નહોતા.