(Source: ECI/ABP News/ABP Majha)
Mohammed Shami Abuse Update: શમીના ટ્રોલિંગમાં પાકિસ્તાનનો હાથ, આ રહ્યા પુરાવા
IND vs PAK: શમીને ટ્રોલ કરવામાં આવ્યા બાદ ભારતના દિગ્ગજ ક્રિકેટરો અને ખુદ બીસીસીઆઈ તેના સમર્થનમાં આવ્યા છે. પરંતુ હવે એક એવો ખુલાસો થયો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો.
T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે પ્રથમ હાર બાદ ટ્રોલર્સના નિશાને મોહમ્મદ શમી આવ્યો હતો. શમીને ટ્રોલ કરવામાં આવ્યા બાદ ભારતના દિગ્ગજ ક્રિકેટરો અને ખુદ બીસીસીઆઈ તેના સમર્થનમાં આવ્યા છે. પરંતુ હવે એક એવો ખુલાસો થયો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. પાકિસ્તાન સામે ભારત એક મેચ હાર્યું તો પાકિસ્તાને વિશ્વભરમાં તેનો ફાયદો ઉઠાવીને ભારત સામે દુષ્પ્રચાર કરવાનું શરૂ કર્યું છે.
શમીના ટ્રોલિંગમાં પાકિસ્તાનનો હાથ
પાકિસ્તાન સામે મેચ હાર્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત અનેક ખેલાડી ટ્રોલ થયા બતા. પરંતુ આ હેડલાઈન બની નહોતી. પરંતુ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય હેડલાઈન મોહમ્મદ શમીના ટ્રોલિંગને લઈ બની હતી. શમીનું ટ્રોલિંગ નકલી હતું અને પાકિસ્તાનમાં બેસેલા કેટલાક લોકોએ કરાવ્યું હતું. કારણકે ભારતમાં રહેલા કેટલાક ખાસ લોકો આ નકલી ટ્રોલિંગને એક મોટી હેડલાઈન બનાવી દે અને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને બદનામ કરી શકાય. જે પાછળનો આશય ભારતમાં મુસલમાન ખેલાડીઓની ઈજ્જત નથી થતી તેમ કહી બદનામ કરવાનો છે.
શમીના ધર્મને બનાવ્યો આધાર
સોશિયલ મીડિયા પર ભારતના લગભગ તમામ મોટા ખેલાડીને ટ્રોલ કરવામાં આવ્યા. કોહલીએ ફિફ્ટી ફટકારી હોવા છતાં તેને છોડવામાં આવ્યો નહોતો. પરંતુ કોઈનું ધ્યાન તેના તરફ ગયું નહોતું,.પરંતુ જેવી કેટલાક લોકોને ટ્વીટર પર મોહમ્મદ શમી સામે કેટલીક ટ્વીટ્સ જોવા મળી કેટલાક વર્ગના લોકોએ તેને આડેહાથ લીધો અને તેના ધર્મને આધારે ટ્રોલ કર્યો કે તેને એક મુસલમાન હોવાની સજા આપવામાં આવી રહી છે.
કેવી રીતે થઈ ટ્રોલિંગની શરૂઆત
મોહમ્મદ શમીના ટ્રોલિંગની શરૂઆત સોશિયલ મીડિયા પર કટેલાક એકાઉન્ટ્સ થઈ હતી. જેનું ભારત સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ આ પાકિસ્તાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હતા. એક યુઝરે લખ્યું હતું હું પાકિસ્તાની છે. જ્યારે એક યુધરે લખ્યુ હતું, મેજર મોહમ્મદ શમી આઈએસઆઈ એજન્ટ. જ્યારે આવા એકાઉન્ટ તપાસ કરવામાં આવી ત્યારે તેમના મૂળ પાકિસ્તાનમાં હતા.