શોધખોળ કરો

T20 World Cup Prize Money: આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ પ્રાઇઝ મનીની કરી જાહેરાત, વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

આ વર્ષે આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 20 ટીમો રમી રહી છે. આ કારણે તેને અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ કહેવામાં આવી રહ્યો છે

T20 World Cup 2024: ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આઇસીસીએ ટુર્નામેન્ટ માટે રૂ. 93.51 કરોડ (US$11.25 મિલિયન)નું ઇનામી રકમનું બજેટ રાખ્યું છે, જે એક રેકોર્ડ છે. આ અગાઉની તમામ ICC T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ કરતાં વધુ છે. તે જ સમયે, ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપમાં ઈનામી રકમનું બજેટ 82.93 કરોડ રૂપિયા (US$ 10 મિલિયન) હતું. ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ 29 જૂને યોજાશે.

ICCએ સોમવારે ઈનામી રકમની જાહેરાત કરી

ICCએ સોમવારે કહ્યું કે વિજેતા ટીમને 20.36 કરોડ રૂપિયા (US$2.45 મિલિયન) મળશે. અગાઉના T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને આટલા પૈસા મળ્યા ન હતા. આ વર્ષે આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 20 ટીમો રમી રહી છે. આ કારણે તેને અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ કહેવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ફાઇનલમાં હારનાર ટીમને રૂ. 10.64 કરોડ (US$ 1.28 મિલિયન)થી સંતોષ માનવો પડશે. સેમિફાઇનલ રમીને બહાર થનારી ટીમોને રૂ. 6.54 કરોડ (787,500 યુએસ ડોલર) મળશે.

સુપર-એટ રાઉન્ડમાંથી બહાર થયા પછી પણ પૈસાનો વરસાદ

જે ટીમો બીજા રાઉન્ડ એટલે કે સુપર-8 રાઉન્ડને પાર કરવામાં નિષ્ફળ જશે તેને 3.17 કરોડ રૂપિયા (382,500 યુએસ ડોલર) મળશે. તે જ સમયે, 9માથી 12મા ક્રમે રહેલી ટીમોને 2.05 કરોડ રૂપિયા (247,500 યુએસ ડોલર) મળશે. 13માથી 20મા ક્રમે આવેલી દરેક ટીમને 1.87 કરોડ રૂપિયા (US$225,000) મળશે. આ સિવાય દરેક ટીમને ટૂર્નામેન્ટમાં મેચ જીતવા બદલ વધારાના 25.89 લાખ રૂપિયા (31,154 યુએસ ડોલર) આપવામાં આવશે. આમાં સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચનો સમાવેશ થતો નથી. આ નિયમ સુપર-8 રાઉન્ડ સુધી લાગુ રહેશે.

કયા રાઉન્ડમાં કેટલા પૈસા આપવામાં આવશે:

રાઉન્ડ અને ઈનામની રકમ

વિજેતા રૂ. 20.36 કરોડ (US$2.45 મિલિયન)

રનર-અપ રૂ. 10.64 કરોડ (US$1.28 મિલિયન)

સેમી ફાઇનલમાં હારવા બદલ રૂ. 6.54 કરોડ (US$787,500).

જો સુપર-8 રાઉન્ડમાંથી બહાર થઈ જાય તો રૂ. 3.17 કરોડ (US$ 382,500)

9માથી 12મા ક્રમે રહેવા માટે રૂ. 2.05 કરોડ (US$247,500)

13માથી 20મા સ્થાન માટે રૂ. 1.87 કરોડ (US$225,000)

T20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચ રમાશે.

T20 વર્લ્ડ કપમાં પ્રારંભિક રાઉન્ડ એટલે કે ગ્રુપ સ્ટેજમાં 40 મેચો રમાશે. 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં પોતપોતાના ગ્રુપમાં ટોપ પર રહેનારી બે ટીમ સુપર-8માં પહોંચશે. આ પછી સુપર-8 રાઉન્ડ શરૂ થશે. ત્યારબાદ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. ઈનામી રકમની જાહેરાત કરતી વખતે આઈસીસીએ કહ્યું કે આ ટુર્નામેન્ટ ઘણી રીતે ઐતિહાસિક છે, તેથી ઈનામની રકમ પણ ઐતિહાસિક રાખવામાં આવી છે. અમે આને સૌથી સફળ T20 વર્લ્ડ કપ બનાવવા માંગીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget