T20 Squad: રિટાયર્ડ થઇ ગયેલા ખેલાડીઓને પણ ટી20 વર્લ્ડકપમાં રમાડશે વેસ્ટ ઇન્ડિઝ ? આ 11 ખેલાડીઓના છે દાવેદાર
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડકપ 2024 માટે નિકોલસ પૂરનને તક આપી શકે છે. પૂરને અદભૂત પરફોર્મન્સ કર્યુ છે. તેણે 8 મેચમાં 280 રન બનાવ્યા છે
T20 World Cup 2024 Squad West Indies: T20 વર્લ્ડકપ 2024નું આયોજન IPL 2024 પછી તરત જ કરવામાં આવશે. આમાં વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ મેચ પાપુઆ ન્યુ ગિની સામે છે. આ મેચ 2 જૂને રમાશે. વેસ્ટ ઈન્ડિઝના ઘણા ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા છે અને તેઓ સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ આ ખેલાડીઓને ટી20 વર્લ્ડકપ માટે ટીમમાં જગ્યા આપી શકે છે. નિકોલસ પૂરન, કાયલી મેયર્સ, રોમારિયો શેફર્ડ અને આન્દ્રે રસેલ મજબૂત દાવેદાર છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડકપ 2024 માટે નિકોલસ પૂરનને તક આપી શકે છે. પૂરને અદભૂત પરફોર્મન્સ કર્યુ છે. તેણે 8 મેચમાં 280 રન બનાવ્યા છે. પૂરનનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 64 રહ્યો છે. રોમારિયો શેફર્ડને પણ તક મળી શકે છે. જોકે આ સિઝનમાં તે અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. પરંતુ અનુભવના કારણે ટીમમાં જગ્યા મળી શકે છે.
આન્દ્રે રસેલ વેસ્ટ ઈન્ડિઝ માટે ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે તેણે આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રસેલે IPL 2024માં 7 મેચ રમી છે. આ દરમિયાન 155 રન બનાવ્યા છે. આ સાથે 9 વિકેટ પણ લીધી છે. રસેલ ઓલરાઉન્ડર છે અને ફોર્મમાં પણ છે. આ કારણે ટીમમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ શાઈ હોપને તક આપી શકે છે. જેસન હોલ્ડર, અલઝારી જોસેફ અને અકીલ હૂસૈનને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. T20 વર્લ્ડકપ 2024માં વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ મેચ 2 જૂને છે. આ પછી ટીમ 8 જૂને યુગાન્ડા સામે મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 12 જૂને મેચ રમાશે. ટીમ 17 જૂને અફઘાનિસ્તાન સામે ટકરાશે.
T20 વર્લ્ડકપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝની સંભવિત ટીમ -
બ્રાંડન કિંગ, જ્હોન્સન ચાર્લ્સ, કાયલી મેયર્સ, શાઈ હૉપ, નિકોલસ પૂરન, શેરફેન રધરફોર્ડ, રૉસ્ટન ચેઝ, રૉવમેન પૉવેલ (કેપ્ટન), આન્દ્રે રસેલ, રૉમારિયો શેફર્ડ, ઓબેડ મેકકૉય, અકેલ હૉસીન, ગુડાકેશ મોતી, જેસન હોલ્ડર, અલઝારી જોસેફ.