Team India A Squad: સંજૂ સેમસન બન્યો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, કઇ સીરીઝમાં ભારતીય ટીમને કરશે લીડ, જાણો વિગતે
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે
Team India A Squad: ભારતીય ટીમમાં વધુ એક ખેલાડીને કેપ્ટન બનવાનો મોકો મળ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે જુદાજુદા ખેલાડીઓની અજમાઇ ચાલી રહી છે. હવે આ કડીમાં વધુ એક ખેલાડી વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જોકે, આ કેપ્ટનશીપ તેને માત્ર ભારતની એ ટીમ માટે મળી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. બીસીસીઆઇએ લખ્યું- ભારત એ ટીમની ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જાહેર થઇ ગઇ છે, ટીમની કેપ્ટનશીપ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને સોંપવામાં આવી છે.
NEWS - India "A" squad for one-day series against New Zealand "A" announced.
— BCCI (@BCCI) September 16, 2022
Sanju Samson to lead the team for the same.
More details here 👇👇https://t.co/x2q04UrFlY
બીસીસીઆઇએ ન્યૂઝીલેન્ડ એ સામે રમાનારી વનડે સીરીઝ માટે ભારતીય એ ટીમની જાહેરાત કરી દીધી છે, આ ટીમની કેપ્ટનશીપ સંજૂ સેમસનને સોંપવામાં આવી છે.
ભારતના સીનિયર સિલેક્શન કમિટીએ આ ઇન્ડિયા એ સ્ક્વૉડને સિલેક્ટ કરી છે, જે ન્યૂઝીલેન્ડ એ સામે ત્રણ મેચોની વનડે સીરીઝ ચેન્નાઇના ગ્રાઉન્ડમાં રમાશે.
ભારતીય એ ટીમ -
પૃથ્વી શૉ, અભિમન્યૂ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, સંજૂ સેમસન (કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંગદ બાવા.
ભારત એ અને ન્યૂઝીલેન્ડ એ વચ્ચે વનડે સીરીઝનો કાર્યક્રમ
પ્રથમ વનડે - 22 સપ્ટેમ્બર - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ
બીજી વનડે - 25 સપ્ટેમ્બર - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ
ત્રીજી વનડે - 27 સપ્ટેમ્બર - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ
ઉલ્લેખનીય છે કે ભારતની ટી20 વર્લ્ડકપ 2022 માટેની 15 સભ્યોની સ્ક્વૉડમાં સંજૂ સેમસનને ના લેવાને લઇને કેટલાક દિગ્ગજોએ સિલેક્શન કમિટી અને બીસીસીઆઇને ટાર્ગેટ કરી હતી. મોટાભાગના ક્રિકેટરોનું કહેવુ છે કે સંજૂ સેમસન ટી20 વર્લ્ડકપ માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે, છતાં કયા કારણોસર ટીમમાંથી પડતો મુકાયો તે સમજાતુ નથી.