શોધખોળ કરો

Watch: ડોમિનિકામાં કિંગ કોહલીનું શાનદાર સ્વાગત, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે અને ટી-20 મેચોની સીરીઝ રમાશે.

Virat Kohli Viral Video: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે અને ટી-20 મેચોની સીરીઝ રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડોમિનિકા પહોંચી ગયા છે.   સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી જોવા મળી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ સાથે વિરાટ કોહલી ડોમિનિકા પહોંચ્યો હતો. વિરાટ કોહલીનો ડોમિનિકા પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીનું ડોમિનિકા પહોંચવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.  કિંગ કોહલી હસતો જોવા મળે છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ડોમિનિકા પહોંચી છે

આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેમ્પ બાર્બાડોસમાં હતો. બાર્બાડોસમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઘણો પરસેવો પાડ્યો હતો. આ સાથે ભારતીય ખેલાડીઓએ બાર્બાડોસમાં 2 દિવસીય પ્રેક્ટિસ મેચ રમી હતી. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચો સિવાય વનડે અને ટી20 મેચોની શ્રેણી રમશે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. બંને ટીમો 12મી જુલાઈથી આમને-સામને થશે. જ્યારે ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. આ પછી બંને ટીમો મર્યાદિત ઓવરના ફોર્મેટમાં આમને-સામને થશે. 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્ક ખાતે રમાશે. ભારત માટે આ મેચમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન અને ઝડપી બોલર મુકેશ કુમાર ડેબ્યૂ કરી શકે છે. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલના ડેબ્યૂ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે

યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જયસ્વાલે પ્રેક્ટિસ મેચમાં ઓપનર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલનું ઓપનિંગ કરવાનું નિશ્ચિત માનવામાં આવે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Embed widget