શોધખોળ કરો

IPLમાં અમદાવાદની ટીમે કેપ્ટન હાર્દિક પંડ્યા જેટલા જ 15 કરોડ આપીને ક્યા બોલરને ખરીદ્યો ? સ્ટાર ક્રિકેટરની પુત્રીના બોયફ્રેન્ડને 7 કરોડમાં લીધો...

અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે.

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમે ત્રણ ખેલાડીને પસંદ કર્યા છે. અમદાવાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સે છૂટા કરેલા હાર્દિક પંડ્યાને ટીમમાં લીધો છે. આ સિવાય રાશિદ ખાન અને શુભમન ગિલને પણ ટીમમાં લીધા છે. 22 જાન્યુઆરી સુધીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ ત્રણ-ત્રણ ખેલાડી રિટેન કરવાના હતા.

રસપ્રદ વાત એ છે કે, હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમે ખરીદ્યો છે. જાણીતી ક્રિકેટ વેબસાઈટ espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમનો કેપ્ટન પણ હશે. રાશિદ ખાનને પણ હાર્દિક પંડ્યા જેટલા જ 15 કરોડ રૂપિયા આપીને ખરીદાયો છે.

ભારતીય ટીમમાં ઓપનર તરીકે રમી ચૂકેલા શુભમન ગિલને સાત કરોડ મળશે. શુભમન ગિલ સુપરસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાના બોયફ્રેન્ડ તરીકે જાણીતો છે.

અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.

IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. CVC ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી તેના કારણે વિવાદ પણ સર્જાયો હતો કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટી બનાવી હતી અને શું નિર્ણય લેવો તે નક્કી કરવાની કામગીરી સોંપી હતી. તેના કારણે  ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જો કે BCCIએ આ સોદાને ગ્રીન સિગ્નલ આપી દીધું છે તેથી હવે CVC ગ્રુપ જ અમદાવાદનું માલિક હશે. 

IPLમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમે 15 કરોડ આપીને આ ગુજરાતી ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન, જાણો કેમ કરાઈ પસંદગી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Protest:નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતી ફસાયા, સરકારે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

Nepal Protest:નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના 300થી વધુ પ્રવાસી ફસાયા,યાત્રીએ આપ્યો સ્થિતિનો ચિતાર

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ

Ind vs Pak: એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો શું કરાઈ માંગ?

વિડિઓઝ

Banaskantha Flood Effect : મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત, ચુકવાશે નુકસાની વળતર
Arjun Modhwadia : આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અર્જુન મોઢવાડિયાએ શું કર્યો કટાક્ષ? જુઓ અહેવાલ
Umesh Makwana : બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કારખાના સુધારા બિલ ફાડીને નોંધાવ્યો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : 'ડીજે'એ કરાવ્યું ધીંગાણું !
Hun To Bolish : હું તો બોલીશ : દે ધનાધન !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Protest:નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતી ફસાયા, સરકારે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
Nepal Protest:નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતી ફસાયા, સરકારે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
Nepal Protest:નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના 300થી વધુ પ્રવાસી ફસાયા,યાત્રીએ આપ્યો સ્થિતિનો ચિતાર
Nepal Protest:નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના 300થી વધુ પ્રવાસી ફસાયા,યાત્રીએ આપ્યો સ્થિતિનો ચિતાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ
Ind vs Pak: એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો શું કરાઈ માંગ?
Ind vs Pak: એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો શું કરાઈ માંગ?
Asia Cup 2025: હાર્દિક પંડ્યા સાથે સરખામણી થતા ભડક્યો શિવમ દુબે, આપ્યું મોટું નિવેદન

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ચાર્લી કિર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટી ડિબેટ દરમિયાન ફાયરિંગ

IND vs UAE: કુલદીપની કમાલ અને ગિલ-અભિષેકની ધમાલ, ટીમ ઇન્ડિયાએ 9 વિકેટથી યુએઈને કચડ્યું

જો પોલીસ FIR નોંધી રહી નથી તો આ નંબર પર કરો કૉલ, જાણી લો કામની વાત

Embed widget