WPL 2023: આખરે RCBને મળી સીઝનની પ્રથમ જીત, 20 વર્ષની કનિકાએ કરી દીધો કમાલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને આખરે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2023 સીઝનમાં તેમની પ્રથમ જીત મેળવી હતી
WPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને આખરે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2023 સીઝનમાં તેમની પ્રથમ જીત મેળવી હતી. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં આરસીબીએ પોતાની 6 મેચમાં આ પ્રથમ જીત નોંધાવી છે. આરસીબીએ યુપી વોરિયર્સને 5 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.
For her crucial innings of 46 that led @RCBTweets to their first victory, Kanika Ahuja is our 🔝 performer of the #UPWvRCB match from the second innings
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2023
View her batting summary 🔼 pic.twitter.com/sAzlUOHchz
વાસ્તવમાં આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સની ટીમ 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ગ્રેસ હેરિસે 32 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી હતી.
Young Kanika Ahuja powered @RCBTweets to their first victory of the season🙌
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2023
Her invaluable knock makes her the Player of the Match 😎#TATAWPL | #UPWvRCB
Scorecard ▶️ https://t.co/uW2g78eMJa pic.twitter.com/lLor59jy0A
એલિસ પેરીએ આરસીબી માટે બોલિંગમાં તોફાન મચાવ્યું હતું. તેણે 16 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સોફી ડિવાઈન અને શોભના આશાએ 2-2 વિકેટ લઈને યુપી વોરિયર્સની ટીમને ઓછા સ્કોર પર સમેટી લીધી હતી.
136 રનના ટાર્ગેટના જવાબમાં RCB ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે માત્ર 14 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી હીથર નાઈટ અને કનિકા આહુજાએ ઈનિંગ્સને સંભાળી હતી. હીથરે 24 અને કનિકાએ 30 બોલમાં 46 રન બનાવ્યા હતા. કનિકાએ પોતાની ઇનિંગમાં એક સિક્સર અને 8 ફોર ફટકારી હતી.
અંતે રિચા ઘોષે જીત અપાવી હતી
અંતે, રિચા ઘોષે અણનમ રહીને પોતાની ટીમને જીતાડીને વાપસી કરાવી હતી. રિચા ઘોષે આ મેચમાં 32 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યાં યુપી વોરિયર્સ તરફથી દીપ્તિ શર્માએ 2 વિકેટ પોતાના નામે કરી હતી.
20 વર્ષની કનિકાએ કમાલ કરી બતાવી
20 વર્ષની કનિકા આહુજાનો જન્મ પંજાબના પટિયાલામાં થયો હતો. તે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકી નથી. ઓફ સ્પિન ઓલરાઉન્ડર કનિકા બોલિંગ અને બેટિંગ બંનેમાં ટીમને મજબૂત બનાવે છે. કનિકાએ આ મહિલા લીગની પ્રથમ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. આ મેચોમાં આ તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ રહી છે.