Roberto Martinez: બેલ્જિયમના કૉચે આપ્યુ રાજીનામુ, ફિફા વર્લ્ડકપમાંથી ટીમ બહાર થયા બાદ લીધો નિર્ણય
ફિફા રેન્કિંગમાં વર્લ્ડ નંબર 2 બેલ્જિયમનું પ્રદર્શન વર્લ્ડકપ 2022માં આશા પ્રમાણે રહ્યું નહતુ, તેને મોરક્કો વિરુદ્ધ ઉલટફેરનો શિકાર થવુ પડ્યુ હતુ.
Belgium Coach: રૉબર્ટો માર્ટિનેઝ (Roberto Martinez)એ બેલ્જિયમના કૉચ પદેથી રાજીનામુ ધરી દીધુ છે. ફિફા વર્લ્ડકપ 2022માં ગુરુવારે ગૃપ સ્ટેજમાંથી બેલ્જિયમની ટીમ બહાર થઇ ગઇ હતી, આ પછી પ્રેસ કૉન્ફરન્સમાં રૉબર્ટો માર્ટિનેઝે એલાન કરતા કહ્યું કે, તે રાજીનામુ આપી રહ્યાં છે, અને આને સંબંધ ટીમના ફિફા વર્લ્ડકપ 2022માથી બહાર થવા સાથે નથી. જો બેલ્જિયમ વર્લ્ડકપ જીતી પણ જતી તો પણ તેઓ રાજીનામુ આપવાના હતા. તેમને કૉચ પદેથી હટવાનો નિર્ણય પહેલાથી કરી રાખ્યો હતો.
ફિફા રેન્કિંગમાં વર્લ્ડ નંબર 2 બેલ્જિયમનું પ્રદર્શન વર્લ્ડકપ 2022માં આશા પ્રમાણે રહ્યું નહતુ, તેને મોરક્કો વિરુદ્ધ ઉલટફેરનો શિકાર થવુ પડ્યુ હતુ. કેનેડા વિરુદ્ધ પણ તે જેમ તેમ કરીને જીતી હતી. નૉકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ ગઇ હતી. અને છેલ્લી મેચમાં તેમને ક્રોએશિયાને હરાવવાનુ હતુ પરંતુ મેચ ડ્રૉ રહી હતી. આ સાથે જ બેલ્જિયમની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગઇ હતી.
ક્રોએશિયા વિરુદ્ધ મેચ બાદ 49 વર્ષીય રૉબર્ટો માર્ટિનેઝએ કહ્યું - નેશનલ ટીમ માટે એ મારી છેલ્લી મેચ હતી, હું હવે અહીં આગળ સેવા નથી આપી શકવાનો. ભલે આપણે વર્લ્ડ ચેમ્પીયન બની જતા કે પછી ગૃપ સ્ટેજમાંથી બહાર નીકળી જતા. મારો ફેંસલો પહેલાથી જ હતા, આને ટીમના બહાર થવા સાથે કોઇ સંબંધ નથી.
રૉબર્ટો માર્ટિનેઝએ વધુમાં કહ્યું કે, - વર્ષ 2018થી મારી પાસે ઘણા ઓપ્શન અવેલેબલ હતા, મને કેટલાય ફૂટબૉલ ક્લબમાંથી ઓફર આવી પરંતુ હું બેલ્જિયમની રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયેલો રહ્યો, હવે મારો કૉન્ટ્રાક્ટ ખતમ થઇ રહ્યો છે.
FIFA WC 2022: રાઉન્ડ ઓફ-16ની ચાર મેચો થઇ ચૂકી છે નક્કી, જાણો કોણ થશે આમને-સામને, ને ક્યારે રમાશે મેચો
FIFA WC 2022: ફિફા વર્લ્ડકપ 2022 (FIFA WC 2022)માં અત્યાર સુધી આઠમાંથી ચાર ગૃપોની તમામ મેચો રમાઇ ચૂકી છે. આ ચાર ગૃપોમાથી રાઉન્ડ ઓફ -16 માં પહોંચનારી આઠ ટીમો નક્કી થઇ ચૂકી છે. ગૃપ-એમાંથી નેધરલેન્ડ્સ અને સેનેગલ, ગૃપ-બીમાથી ઇંગ્લેન્ડ અને યૂએસએ, ગૃપ-સીમાંથી આર્જેન્ટિના અને પૉલેન્ડ તથા ગૃપ-ડીમાથી ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા નૉકઆઉટ સ્ટેજમાં પહોંચી ચૂકી છે. આ આઠ ટીમોમાં કોણ કોની સાથે ટકરાશે અને આની મેચો ક્યારે રમાશે, જાણો અહીં...........
1. નેધરલેન્ડ્સ વિરુદ્ધ યૂએસએ -
રાઉન્ડ ઓફ-16ની આ પહેલી મેચ હશે, નેધરલેન્ડ્સની ટીમ ગૃપ-એમાં ટૉપ પર રહી હતી, વળી, યૂએસએની ટીમ ગૃપ-બીમાં બીજા નંબર પર રહી હતી. બન્ને ટીમો ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે, આ મેચ 3 ડિસેમ્બરની રાત્રે 8.30 વાગ્યાથી રમાશે.
2. આર્જેન્ટિના વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા -
આર્જેન્ટિના ગૃપ-સીની ટૉપર છે, વળી, ઓસ્ટ્રેલિયાએ ગૃપ-ડીમાં બીજો નંબર હાંસલ કર્યો છે. આ બન્ને ટીમો અહેમદ બિન અલી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ 3 ડિસેમ્બરની રાત્રે (4 ડિસેમ્બર) 12.30 વાગ્યાથી શરૂ થશે.
3. ફ્રાન્સ વિરુદ્ધ પૉલેન્ડ -
ગૃપ -ડીની ટૉપર ફ્રાન્સની ટક્કર ગૃપ-સીમાં બીજા નંબર રહેલી પૉલેન્ડની ટીમે સામે થશે. આ મેચ 4 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. દોહાના અલ થુમામા સ્ટેડિયમમાં આ બન્ને ટીમો આમને-સામને ટકરાશે.
4. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સેનેગલ -
ઇંગ્લેન્ડની ટીમ ગૃપ-બીમાં પોતાની બે મેચોમાં જીત અને એક મેચમાં ડ્રૉ બાદ ટૉપર બની ગઇ હતી. વળી, સેનેગલે ગૃપ -એમાં ઇક્વાડૉરને પછાડીને બીજુ સ્થાન હાંસલ કર્યુ છે, આ બન્ને ટીમો 4 ડિસેમ્બરે મોડી રાત્રે 12.30 વાગે (5 ડિસેમ્બર) ટકરાશે. આ મેચ અલ બેત સ્ટેડિયમમાં રમાશે.