આ અંગે હરભજનને ખબર પડતાં તેણે તાત્કાલિક તેની સારવાર કરાવવામાં મદદ કરી હતી. હૈરી અને હરભજન 1990માં પંજાબ માટે એક સાથે અંડર-16 ક્રિકેટ રમ્યા હતા. બાદમાં 1998માં હરભજનને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યા બાદ તેની ક્રિકેટ કરિયરને નવી ઊંચાઈ મળી હતી, જ્યારે હેરી સંઘર્ષ કરતો હતો.
2/7
સારવાર બાદ નવી જિંદગી મેળવનારા હરમને કહ્યું કે, હું આજીવન તેનો આભારી રહીશ. તેણે સાબિત કરી દીધું છે સાચી દોસ્તી શું છે. મારી પાસે રૂપિયા નહોતા. તમામ બચત સારવાર પાછળ ખર્ચ થઈ ગઈ હતી. આ સ્થિતિમાં હરભજન એક દેવદૂત બનીને આવ્યો અને મોતના મુખમાંથી ઉગારી લીધો. હરભજને મારી સારવાર પાછળ આશરે 2.50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.
3/7
રિપોર્ટ મુજબ એક દિવસ હરભજનના મિત્રનો ફોન આવ્યો કે અને કહ્યું કે તેને સારવાર કરાવવા રૂપિયાની જરૂર છે. જેના પર તેણે વગર વિચાર્યે જૂના મિત્રની મદદ કરી દીધી. હરભજન પર જ્યારે આ ફોન આવ્યો ત્યારે તેના પિતા સરદાર સરદેવ સિંહની યાદવમાં જાલંધરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતો હતો.
4/7
ઈન્ડિયા ટૂડેના અહેવાલ પ્રમાણે હરભજને તેના મિત્રને સારી હોસ્પિટલ અને અનુભવી ડોક્ટર પાસે સારવાર કરાવવા કહ્યું. ઉપરાંત સારવારના ખર્ચની ચિંતા પણ ન કરવા જણાવ્યું.
5/7
ભારત માટે 103 ટેસ્ટ રમી ચૂકેલા દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે આ અંગે જણાવ્યું કે, હરમને ક્યાંકથી મારો નંબર લઈને મને ફોન કરી તેની બીમારી અંગે માહિતગાર કર્યો. તે નિરાશ હતો. તેને સારવાર માટે રૂપિયાની જરૂર હતી. મેં તેને કહ્યું કે સારવાર કરાવ અને પૈસાની ચિંતા ન કર. સારવારનો ખર્ચ હું ઉઠાવીશ, આખરે વ્યક્તિની જિંદગીથી કંઈ પણ મહત્વપૂર્ણ હોતું નથી.
6/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી હરભજન સિંહ બીમાર પૂર્વ સાથી ક્રિકેટ ખેલાડીને મદદ કરવાનો લઈ સમાચારમાં આવ્યો છે. પંજાબ વતી અંડર-16માં હરભજન સાથે રમી ચૂકેલો હરમન હૈરી ગંભીર બીમારીના કારણે મોત સામે જંગ લડતો હતો.
7/7
હરભજન આઈપીએલ 2018માં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. જેમાં તેનો દેખાવ સામાન્ય રહ્યો હતો તેમ છતાં ચેન્નાઈ ત્રીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું હતું.