શોધખોળ કરો
Advertisement
પિતા બનવાનો છે હાર્દિક પંડ્યા, પ્રેગનેન્ટ મંગેતરના બેબી બંપ સાથે શેર કરી તસવીર
હાર્દિક પંડ્યાએ ખાસ અંદાજમાં નતાસાને પ્રપોઝ કર્યું હતું. બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
મુંબઈ: હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર નતાશાના બેબી બંપ સાથે તસવીર શેર કરી છે. આ સાથે જ તેણે લખ્યું અમે પોતાની જિંદગીમાં જલ્દી એક નવી જિંદગીનું સ્વાગત કરવા માટે ઉત્સાહીત છીએ.
ક્રિકેટ સ્ટાર હાર્દિક પંડ્યા અને ટેલીવિઝન પર્સનાલિટી નતાસા સ્ટેનકોવિક પોતાના પ્રથમ બાળકની આશા કરી રહ્યા છે. ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર નતાસાના બેબી બંપ સાથે તસવીરો અને એક પારંપરિક સમારોહની કેટલીક તસવીરો શેર કરી છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે જ તેણે લખ્યું, - નતાસા અને મે એક સાથે લાંહો સફર કર્યો છે. અમે ખૂબ જલ્દી પોતાની જિંદગીમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.
બંનેએ એક પારંપરિક સમારોહની પણ તસવીર શેર કરી છે. જેમાં બંનેએ માળા પહેરી છે. એવામાં ઘણા લોકો વિચારીને હેરાન રહી ગયા કે શું બંને એ લોકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા હતા.
હાર્દિક પંડ્યાએ તસવીર શેર કરતાની સાથે જ ખેલાડીઓએ તેને શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં ચહલ અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ સૌથી પહેલા શુભેચ્છાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષ પર હાર્દિક પંડ્યાએ ખાસ અંદાજમાં નતાસાને પ્રપોઝ કર્યું હતું. તેણે રિંગ પહેરાવીને નતાસાને પ્રપોઝ કર્યું હતું. બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion