શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાને ભારે પડી આ એક ‘ભૂલ’, થઈ હાર
ભારતે પ્રથમ વનડેમાં બેટિંગ કરતાં 347 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેની સામે ન્યૂઝીલેન્ડે 48.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીરને ટાર્ગેટ મેળવી લીધો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ટીમને વનડે સીરીઝના પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડિયાની મુસીબત અહીં જ પૂરી ન થઈ અને ટીમના ખેલાડીઓ પર સ્લો ઓવર રેટ માટે દેડ ફટકારવામાં આવ્યો છે. તેના કારણે તેમને સરેરાશ મેચ ફીસના 80 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે.
ભારતે પ્રથમ વનડેમાં બેટિંગ કરતાં 347 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેની સામે ન્યૂઝીલેન્ડે 48.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીરને ટાર્ગેટ મેળવી લીધો હતો. આ મેચનો હીરો રહ્યો હતો ન્યૂઝીલેન્ડનો અનુભવી બેટ્સમેન રોસ ટેલર જેણે 84 બોલરમાં 109 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 10 ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. પરંતુ આ દરમિયાન કુલદીપ યાદવે એક મોટી ભૂલ કરી દીધી હતી અને ભારતે મેચ ગુમાવવી પડી હતી. કુલદીપે ટેલરનો કેચ છોડ્યો હતો અને આ કેચ ભારતને ભારે પડ્યો હતો.
ઈનિંગ્સની 23મી ઓવર રવીન્દ્ર જાડેજા કરી રહ્યો હતો અને ઓવરના ત્રીજા બોલ પર રોસ ટેલરે હવામાં શોટ રમ્યો હતો. તે સ્વીપ શોટ રમવા ઈચ્છતો હતો પરંતુ બોલ તેના બેટના ઉપરના કિનારા પર લાગ્યો હતો. કુલદીપ શોર્ટ ફાઈન લેગ પર હતો અને કેચ કરવા માટે દોડ્યો હતો. જોકે, તે કેચ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારે ટેલર 12 રન નોંધાવીને રમી રહ્યો હતો અને ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 125 રન હતો.
કુલદીપે કેચ છોડ્યો તે જોઈને જાડેજા પણ ખુશ ન હતો. બાદમાં ટેલરે પોતાને મળેલ જીવતદાનને ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં કુલદીપે 10 ઓવરમાં 84 રન આપીને બે વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દેશ
અમદાવાદ
Advertisement