શોધખોળ કરો
Advertisement
IND vs SA: આજથી પ્રથમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
પ્રથમ મેચમાં 80 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. એક્યુવેધરના મતે પાંચેય દિવસ વરસાદની સંભાવના છે.
નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટ મેચ રમવા આજે મેદાને ઉતરશે. ટીમ ઇન્ડિયાએ મંગળવારે જ પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી હતી. જેમાં રોહિત શર્મા અને રિદ્ધિમાન સાહાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ હતી.
વરસાદ પડવાની છે શક્યતાઃ પ્રથમ મેચમાં 80 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. એક્યુવેધરના મતે પાંચેય દિવસ વરસાદની સંભાવના છે. જોકે મેચના પ્રથમ અને બીજા દિવસે થોડો તડકો રહેશે. જોકે આ પછી વાદળો છવાય તેવી સંભાવના છે. મેચના બીજા અને ત્રીજા દિવસે 50 અને 40 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે અંતિમ બે દિવસની રમત વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.
કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 2 થી 6 ઓક્ટોબર સુધી વિશાખાપટ્ટનમમાં રમાશે. સવારે 9.00 કલાકે ટોસ થશે અને 9.30થી મેચનો પ્રારંભ થશે. મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકાશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પરથી જોઈ શકાશે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતે જાહેર કરેલી ટીમઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા
India vs South Africa: કોહલી તોડી શકે છે સચિનનો મોટો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે
પંતને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરતાં જ કોહલીએ કહ્યું- સાહા છે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકિપર
હાર્દિક પંડ્યા છ મહિના સુધી ટીમમાંથી થઈ શકે છે બહાર, કારણ જાણીને લાગી જશે આંચકો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
લાઇફસ્ટાઇલ
Advertisement