શોધખોળ કરો

GT vs RR: રાજસ્થાન રોયલ્સે ગુજરાતને આપ્યો 189 રનનો ટાર્ગેટ, બટલરના 89 રનની ઈનિંગે બાજી પલટી

IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Gujarat Titans vs Rajasthan Royals: કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનર જોસ બટલરે 56 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 2 સિક્સર નિકળી હતી. બટલરની વિસ્ફોટક ઇનિંગના કારણે રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા.

અગાઉ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા રાજસ્થાન રોયલ્સે શાનદાર શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 55 રન ઉમેર્યા હતા. આ દરમિયાન ઓપનર યશસ્વી જયસ્વાલને 3 રન પર યશ દયાલે આઉટ કર્યો હતો. આ પછી કેપ્ટન સંજુ સેમસને જોસ બટલર સાથે મળીને જોરદાર બેટિંગ કરી અને ઘણા મોટા શોટ ફટકાર્યા હતા.

પાવરપ્લે પછી, ગુજરાતના સ્પિનરો રાશિદ ખાન અને સાઈ કિશોરે બંને બેટ્સમેનોને દબાણમાં લાવી દીધા હતા અને તેમના રન-રેટમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે કેપ્ટન સેમસન (47) લાંબો શોટ ફટકારવાના પ્રયત્નમાં સાઈ કિશોરના બોલ પર કેચ આઉટ થયો હતો. આ સાથે જ તેની અને બટલર વચ્ચે 47 બોલમાં 68 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો.

10 ઓવર બાદ રાજસ્થાને બે વિકેટે 79 રન બનાવ્યા હતા. ચોથા નંબરે આવેલા દેવદત્ત પડિકલે બટલરની સાથે મળીને વચ્ચેની ઓવરોમાં ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. પરંતુ 15મી ઓવર નાખવા આવેલા કેપ્ટન હાર્દિકે પડિકલ (28)ને બોલ્ડ કર્યો, જેના કારણે રાજસ્થાને 116 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી.

આ પછી શિમરોન હેટમાયરે બટલરને સપોર્ટ કર્યો હતો. આ સાથે જ બટલરે 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ 19મી ઓવરમાં હેટમાયર (4) શમીનો શિકાર બન્યો હતો. 20મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા દયાલે 15 રન આપ્યા હતા, જોકે બટલર (56 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 89 રન) અને રિયાન પરાગ (4) રન આઉટ થયા હતા, જેના કારણે રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આર અશ્વિન 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. હવે ગુજરાતને IPLની ફાઇનલમાં પહોંચવા માટે 189 રન બનાવવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે

ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત

Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત

Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે

વિડિઓઝ

Asaram Medical Checkup: અમદાવાદ સિવિલ ખાતે કરાયું આસારામનું મેડિકલ ચેકઅપલ, જુઓ અહેવાલ
Arvalli News : બાયડમાં ડીજે વગાડવા મામલે 2 ડીજે સંચાલકો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Vadodara News : કરજણના તળાવમાં ડૂબ્યો 35 વર્ષીય યુવક, શોધખોળ ચાલું
Somnath Corridor : સોમનાથ કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીએ પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે કરી બેઠક
Rajkot Game Zone: રાજકોટમાં કે.કે.વી બ્રિજ નીચેનું ગેમઝોન શોભાના ગાંઠીયા સમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર

Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?

Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા

સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા

Embed widget